Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અનેક ભાષાની ફિલ્મો કરી ચુકયા છે આદિલ હુશેન

આદિલ હુશેન એક એવા અભિનેતા છે જેણે આપબળે આ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ ઉભી કરી છે. તેણે નાના-નાના રોલ કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તાજેતરમાં ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી તેની ફિલ્મ પરિક્ષામાં તેના અભિનયની નોંધ વર્લ્ડ લેવલે લેવામાં આવી છે. આ ફિલ્મના કામ માટે તેને સન્માનિત પણ કરાયા છે. પાંચમી ઓકટોબર ૭૯૬૩માં આસામમાં જન્મેલા આદિલે ફિલોસોફીમાં બેચલર બન્યા હતાં. કોલેજના દિવસોમાં તે કોલેજમાં નાટકોમાં ભાગ લેતાં અને સ્ટેન્ડ અપ કોમેડીમાં બોલીવૂડ કલાકારોની મિમીક્રી માટે જાણીતા હતાં. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનય શીખ્યા પછી ડ્રામા સ્કૂલ ઓફ લંડનમાં પણ તાલિમ લીધી હતી. બાલીવૂડમાં જાસુસ વિજય, કમીને, ઇશ્કિયા, એજન્ટ વિનોદમાં રોલ કર્યા પછી શ્રીદેવી સાથે ઇંગ્લીશ વિંગ્લીશ કરી હતી. હિન્દી, બંગાળી, મરાઠી, મલયાલમ, અંગ્રેજી, તમિલ અને ફ્રેન્ચ ફિલ્મો પણ તે કરી ચુકયા છે.   પરિક્ષા ફિલ્મમાં સાઇકલવાળાનો રોલ નિભાવીને તેણે અભિનયને ચારચાંદ લગાવ્યા છે. હવે પછી તે સાઉથની ફિલ્મમાં જોવા મળશે.

(10:08 am IST)