Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

એ કામ પડકારજનક હોય છેઃ કિયારા

કિયારા અડવાણી બોલીવૂડમાં સતત સફળતા મેળવી રહી છે. હવે તે ફિલ્મ શેરશાહને કારણે તે ચર્ચામાં છે. કિયારા અડવાણીનું કહેવું છે કે અસલી વ્યકિતનું પાત્ર ભજવવું ખૂબ જ પડકારજનક હોય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની શેરશાહમાં તે ડિમ્પલ ચીમાનું પાત્ર ભજવી રહી છે. તે ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાની મંગેતરનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં કિયારાએ કહ્યું હતું કે ઍકટર્સ તરીકે પાત્રો સાથે કેવી રીતે અલગ થવું એ અમે શીખી જઇએ છીએ. અમે ઘણાં પાત્રો ભજવીએ છીએ અને એને પર્સનલ લાઇફથી કેવી રીતે દૂર રાખવું એ અમે શીખી જઇએ છીએ. આવું જ એક પાત્ર ડિમ્પલ ચીમાનું છે. ડિમ્પલની સાથે મેં મુલાકાત કરી હતી. તેની સાથેની મુલાકાત બાદ કેપ્ટન વિક્રમ બત્રા સાથેની લવ સ્ટોરીને હું સમજી શકી હતી. વિક્રમ બત્રા સાથેની તેની લાઇફને સ્ક્રીન પર રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો છે.  રિયલ લાઇફ અને રિયલ લાઇફ સ્ટોરીને સ્ક્રીન પર રજૂ કરવાનું કામ ખૂબ જ પડકારરૂપ હોય છે અને ફિલ્મમાં કામ કરતી વખતે અમારે સતત એ ધ્યાનમાં રાખવું પડે છે.

(9:45 am IST)