Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રકુલ પ્રિત સિંહની આતુરતાનો અંત

અભિનેત્રી રકુલપ્રિત સિંહ આગામી ફિલ્મના શુટીંગમાં જોડાઇ ચુકી છે. કોરોનાને કારણે અટકી પડેલા શુટીંગ ફરી શરૂ થઇ જતાં રકુલ ખુશ થઇ છે. તે તાજેતરમાં ફિલ્મ 'ડોકટર જી'ના શુટીંગ માટે ભોપાલ પહોંચી હતી. આ ફિલ્મમાં રકુલપ્રિત સાથે આયુષ્માન ખુરાનાની જોડી છે. રકુલે કહ્યું હતું કે ભોપાલમાં 'ડૉકટર જી'નું શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી હતી. લૉકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું જે હવે ફરીથી શરૂ થઇ ગયું છે. અનુભૂતિ કશ્યપ, આયુષ્માન અને શેફાલી શાહ સાથે શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ આતુર હતી. આ આતુરતાનો અંત આવ્યો છે.  આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ અદ્દભુત છે. હું ભોપાલમાં મેં પહેલી જ વખત શુટીંગ કર્યુ છે. આ પહેલા હું ભોપાલને સિટી ઓફ લેકસ તરીકે ઓળખતી હતી. એરપોર્ટથી હોટેલ સુધીની સફરમાં જ મને એ વાતની અનુભુતિ થઇ ગઇ હતી. અહિના જલેબી પોહા પણ અત્યંત મજેદાર છે.

(9:43 am IST)