Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રોમાન્ટીક - થ્રિલરમાં ક્રિતી સેનન અને આદિત્યની જોડી

ક્રિતી સેનનને બોલીવૂડમાં એક પછી એક મોટા પ્રોજેકટ મળી રહ્યા છે. હવે તે આદિત્ય રોય કપૂર સાથે જોડી બનાવશે. મોહિત સૂરી રોમાન્ટીક થ્રિલર ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં આદિત્ય અને ક્રિતીને લેવામાં આવ્યા છે. બરેલી કી બરફીની અભિનેત્રી ક્રિતી અને આશિકી-૨ ફેઇમ આદિત્ય પહેલી વાર સાથે કામ કરશે. આદિત્ય તેના મિત્ર મોહિત સાથે મળી એક જોરદાર ફિલ્મ બનાવવા ઉત્સુક હતો. તેને જબરદસ્ત સ્ક્રિપ્ટ મળી જતાં તે આ ફિલ્મ કરવા ખુબ ઉત્સાહિત છે. લવ ટ્રાયેન્ગલ પર આધારીત આ ફિલ્મમાં એક હીરોઇન અને બે હીરો છે. એક હીરો આદિત્ય પોતે હશે. બીજા હીરોની તલાશ થઇ રહી છે. ક્રિતી મુખ્ય રોલ માટે ફાઇનલ થઇ ચુકી છે. 

(9:52 am IST)
  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST

  • સુપર સ્ટાર રજનીકાંત સાથે જોવા મળેલ કૂતરાને ખરીદવા માટે ૨ કરોડ જેટલી જંગી રકમ આપવા ચાહકો તૈયાર access_time 5:54 pm IST