Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વર્ષો પછી ફરી એક સાથે દેખાયા ગોૈરી-હિતેન

ટીવી પરદા પરની ખુબસુરત જોડીઓ પૈકીની એક હિતેન તેજવાની અને ગોૈરી પ્રધાનની જોડી છે. આ બંને એક શોમાં સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતાં અને પછી પરણી ગયા હતાંઉ લગ્ન પછી હિતેન અને ગોૈરી ભાગ્યે જ સાથે જોવા મળ્યા છે. છેલ્લા એક દસકમાં તો આ જોડી કદી પણ પરદા પર એક સાથે આવી નથી. પરંતુ હવે હિતેન અને ગોૈરીના ચાહકો આ બંનેને ટીવી પરદે સાથે જોઇ રહ્યા છે. સ્ટાર ભારત પર શરૂ થયેલા નવા શો ગુપ્તા બ્રધર્સ-ચાર કુંવારે ફ્રોમ ગંગા કિનારેમાં ગોૈરી અને હિતેન એક સાથે આવ્યા છે. આ શોમાં ચાર ભાઇઓની કહાની છે. જેમાં મોટા ભાઇનું પાત્ર હિતેનના ફાળે આવ્યું છે. આ ભાઇઓ એવું સમજતાં હોય છે કે આ જિંદગીમાં મહિલાની જરૂર જ નથી. ગોૈરી એવી રીતે એન્ટ્રી કરે છે કે તેને જોઇને હિતેન પાગલ થઇ જાય છે. પછી પુરૂષવાદી માનસિકતા ધરાવતાં ભાઇઓની હાલત શું થાય છે તે આ શોમાં જોવા મળી રહ્યું છે.

 

(10:04 am IST)