Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વિક્કી સાથે તૃપ્‍તી મુખ્‍ય ભુમિકામાં

 

ગેંગ્‍સ ઓફ વાસેપુરમાં નાનકડો રોલ નિભાવી શરૂઆત કરનાર અભિનેતા વિક્કી કોૈશલ આજે બોલીવૂડમાં નામના મેળવી ચુક્‍યો છે. છેલ્લે તે ગોવિંદા નામ મેરા ફિલ્‍મમાં દેખાયા પછી હાલમાં અલમોસ્‍ટ પ્‍યાર વીથ ડીજે મહોબ્‍બતમાં જોવા મળ્‍યો છે. તેના હાથ પર હાલમાં પાંચ ફિલ્‍મો છે. જે પૈકીની એક ફિલ્‍મ આગામી પચ્‍ચીસમી ઓગષ્‍ટે રિલીઝ થશે. જેમાં તેની સાથે તૃપ્‍તિ ડીમરી અને એમી વિર્ક મુખ્‍ય ભુમિકામાં છે. આ ફિલ્‍મનું નિર્દેશન આનંદ તિવારી કરી રહ્યા છે. ફિલ્‍મનું પ્રોડક્‍શન કરણ જોહરનું ધર્મા પ્રોડક્‍શન્‍સ કરી રહ્યું છે. ફિલ્‍મ સ્‍ટોરી વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. પણ નિર્માતાનો દાવો છે કે આ ફિલ્‍મ મનોરંજનથી ભરપુર હશે. ઇન્‍સ્‍ટાગ્રામ પર કરણ જોહરે કેપ્‍શન આપી હતી કે અમે ટેલન્‍ટના પાવરહાઉસ એવા ત્રણ કલાકારો વિકી કૌશલ, તુપ્‍તી ડિમરી અને એમી વિર્કને સાથે લઈ આવ્‍યા છીએ. એનું ટાઇટલ હવે પછી નક્કી થશે. પચ્‍ચીસમી ઓગષ્‍ટે ફિલ્‍મ નિહાળી શકાશે.

 

(11:33 am IST)