Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સોશિયલ મીડિયા પર જેકલીન ફર્નાન્ડિઝના હોર્સ રાઇડિંગના ફોટો વાઇરલ

મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જેકલીન ઘોડા સવારી કરતી જોવા મળી રહી છે. તેના આ ફોટા જોરદાર રીતે પસંદ કરવામાં આવી રહ્યા છે અને શેર કરવામાં આવી રહ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે જેક્લીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'આપણા ભવિષ્યનું રહસ્ય આપણી રૂટિનમાં છુપાયેલું છે. જેક્લીનની આ તસવીરો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

(5:19 pm IST)