Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

લગ્ન પહેલા બેચલર પાર્ટીની ઉજવણી કરતી જોવા મળી કાજલ અગ્રવાલ: સોશિયલ મીડિયા પર તસવીરો વાઇરલ

મુંબઈ: અભિનેત્રી કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં ઉદ્યોગપતિ ગૌતમ કીચલુ સાથે લગ્નના બંધન બંધાવા જઈ રહી છે. અભિનેત્રી કાજલ અગ્રવાલે જાતે આ પોસ્ટને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે લગ્નની તારીખ પણ આપી દીધી છે. કાજલે તેની ખુશીઓ ચાહકો સાથે શેર કરી અને લખ્યું- 'મેં કહ્યું હા ... મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે હું 30 મી ઓક્ટોબરે મુંબઇમાં ગૌતમ કીચલુ સાથે લગ્ન કરી રહી છું. તે અમારા નાના પરિવાર સાથે એક ખાનગી સમારોહ હશે.  હવે કાજલની બેચલર પાર્ટીની તસવીરો સામે આવી છે. આ પાર્ટીમાં કાજલની બહેન ઉપરાંત તેના નજીકના મિત્રો પણ સામેલ થયા હતા. કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલે આ બેચલર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બ્લેક શોર્ટ ડ્રેસમાં કાજલ ખૂબસૂરત અને ખુશ દેખાઈ રહી છે. આ બેચલર પાર્ટીમાં કાજલના માથા પર બ્લેક કલરની પ્લેબોય હેરબેન્ડ છે. કાજલની બહેને તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

(5:17 pm IST)