Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

આયુષ્માન દ્વારા આગામી ફિલ્મની તૈયારી શરૂ : એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી

ઉત્તર ભારતની એક લવ સ્ટોરી પરની ફિલ્મમાં આયુષ્માન 'ક્રોસ-ફંક્શનલ એથ્લેટ' ની ભૂમિકા ભજવશે

નવી દિલ્હી:અભિનેતા આયુષ્માન ખુરાનાએ તેની આગામી ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ કરી છે. તેની એક ઝલક તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આયુષ્માન ખુરનાની આગામી ફિલ્મનુ દિગ્દર્શન અભિષેક કપૂરે કર્યું છે. અભિષેક કપૂર નિર્દેશિત આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. આ ફિલ્મમાં ઉત્તર ભારતની એક લવ સ્ટોરી છે. જેમાં આયુષ્માન 'ક્રોસ-ફંક્શનલ એથ્લેટ' ની ભૂમિકા ભજવશે. આયુષ્માન ખુરાનાએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું - 'આ મારી એક અલગ શૈલીની ફિલ્મ હશે.' ફિલ્મની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આયુષ્માનને દિગ્દર્શક અભિષેક કપૂરને પણ ટેગ કર્યું છે.

ફિલ્મનુ શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યુ છે. આયુષ્માન ખુરાના પહેલીવાર અભિષેક કપૂર સાથે કામ કરશે. ફિલ્મના શીર્ષક અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. આયુષ્માન ખુરાના સિવાય, બાકીના સ્ટારકાસ્ટનુ નામ હજી બહાર આવ્યુ નથી. મનીષ પોલ, ભૂમિ પેડનેકર અને હુમા કુરેશી વગેરેએ આયુષ્માન ખુરાનાની પોસ્ટ પર પોતાનો પ્રતિસાદ આપ્યો છે. દિગ્દર્શક અભિષેક કપૂરે, કાય પો છે, કેદારનાથ જેવી સફળ ફિલ્મો આપી છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ગુલાબો સીતાબો' 12 જૂને રિલીઝ થઈ હતી. 36 વર્ષીય અભિનેતાએ, તેની કારકિર્દીમાં ઘણી વિવિધ ભૂમિકાઓ ભજવી છે.

(12:13 pm IST)