Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

અનુભવ શાનદાર રહ્યોઃ વાણી કપૂર

કોરોના મહામારી વચ્ચે પણ ટીવી અને ફિલ્મોના શુટીંગની ગાડી ધીમે-ધીમે પાટે ચડી રહી છે. અક્ષય કુમાર અને વાણી કપૂરને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ફિલ્મ બેલબોટમનું શુટીંગ લગભગ પુરૂ થઇ ગયું છે. સ્કોટલેન્ડમાં આઉટડોર શુટીંગ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. વાણીએ કહ્યું હતું કે અમે શુટીંગ સુરક્ષીત રીતે પુરું કર્યુ છે. બેલબોટમના શુટીંગમાં ખુબ મજા આવી હતી. આ અનુભવ શાનદાર હતો. મહામારીના પડકાર સામે પણ ટીમ સુગમ અને સુરક્ષીત વાતાવરણ વચ્ચે કામ કરતી હતી. તમામ ક્રુ મેમ્બર્સ પણ સુરક્ષીત રહ્યા તેનો શ્રેય નિર્માતા ટીમને આપી શકાય. વાણી આ વર્ષમાં સતત વ્યસ્ત રહેવાની છે. હવે પછી તે આયુષ્યમાન ખુરાના સાથેની ફિલ્મનું શુટીંગ શરૂ કરશે. આ એક પ્રેમકહાની છે. જેનું નિર્દેશન અભિષેક કપૂર કરી રહ્યા છે. વાણી આ ફિલ્મનું શુટીંગ કરવા ખુબ ઉત્સાહિત છે.

 

(10:20 am IST)