Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

શુટીંગ પુરૂ કરી લીધું દિશા પટાનીએ

ઉત્તર પ્રદેશના બરેલીની સુંદરી દિશા પટાનીએ બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ લોફરથી અભિનય શરૂ કરનારી દિશાને એ પછીના વર્ષમાં એમ. એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલીવૂડમાં એન્ટ્રી કરવાની તક મળી હતી. એ પછી તેણે પાછળ વળીને જોયું નથી. આજે તે સતત મોટી ફિલ્મો કરી રહી છે. દિશાએ તાજેતરમાં તેની 'એક વિલન રિટર્ન્સ'નું બીજા શેડ્યુલનું શુટીંગ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે જોન એબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયા પણ મુખ્ય ભુમિકામાં સામેલ છે. ફિલ્મનું શૂટિંગ પુરૂ થતાં કેક-કટિંગ પણ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યુ છે. આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી એક વિલનની સિકવલ છે. આ સિકવલમાં તારા સુતારીયા એક ગીત પણ ગાવાની છે. તે અભિનેત્રી હોવાની સાથે સારી ગાયીકા પણ છે.

(10:23 am IST)