Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

દીકરી-દીકરા સાથે જંગલમાં હાઈકિંગ કર્યું

શ્વેતા તિવારી મહાબળેશ્વરમાં વેકેશનની મોજ માણી રહી છે

દીકરા અને દીકરી સાથે હોટેલ રુમની બાલ્કનીમાં બેસીને બ્રેકફાસ્ટ લઈ રહી હોય તેવી તસવીરો તેણે શેર કરી છે

મુંબઈ,તા.7 : શ્વેતાએ જંગલમાં હાઈકિંગ કરતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે વ્હાઈટ શર્ટ, ડેનિમ અને સ્નીકર્સમાં જોવા મળી રહી છે. આ સિવાય તેણે રેયાંશને પણ ખભા પર ઉચક્યો હતો. એક્ટ્રેસે તસવીરો શેર કરીને લખ્યું છે કે, 'જંગલમાં હાઈકિંગ કરી રહ્યા છીએ. શ્વેતા તિવારીએ આ સિવાય મહાબળેશ્વરમાં તેમની સવાર કઈ રીતે પડે છે તે પણ દેખાડ્યું છે. દીકરા અને દીકરી સાથે હોટેલ રુમની બાલ્કનીમાં બેસીને બ્રેકફાસ્ટ લઈ રહી હોય તેવી તસવીરો શેર કરી છે. જેમાં તેઓ ચા, સ્મૂધી અને પેન કેક આરોગતા જોવા મળી રહ્યા છે. વ્હાઈટ કલરના ઓફ-શોલ્ડર ડ્રેસમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. તસવીરોની સાથે તેણે હાર્ટ ઈમોજી મૂકી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ શ્વેતાએ લક્ઝુરિયસ હોટેલમાં બેસીને સનસેટની મજા લેતો વીડિયો શેર કર્યો છે. જેમાં રેયાંશને બહેન પલકના ખોળામાં બેઠેલો જોઈ શકાય છે. હાલમાં શ્વેતા તિવારી વેઈસ લોસને લઈને ન્યૂઝમાં આવી હતી. શ્વેતા તિવારીએ વેટ લોસ અંગેની જર્ની વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેના ન્યૂટ્રિશનિસ્ટે લક્ષ્ય સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી છે. શ્વેતાએ ન્યૂટ્રિશનિસ્ટ સાથેની તસવીર શેર કરતાં લખ્યું હતું, વેઈટ લોસ! સરળ નથી, ખૂબ મુશ્કેલ છે! આ માટે તમારે ખૂબ જ સમર્પણ, સેલ્ફ કંટ્રોલ અને મજબૂત મનોબળની જરૂર પડે છે. જો કે, આ અશક્ય પણ નથી. ખાસ કરીને તમારી આ જર્ની સરળ અને મસ્તીભરી હોય ત્યારે તો નહીં જ. મને લાગે છે મારા કરતાં વધારે તેઓ મને શેપમાં પાછી લાવવા મક્કમ હતા. મારા ટ્રેનર સાથે ચર્ચા કરવી, મારી પસંદગી અને જરૂરિયાત પ્રમાણેનું ડાયટ નક્કી કરવું અને સવાર-સાંજ ફોલોઅપ લેવાનું કામ તેઓ કરતા હતા. હું તેમના માટે ક્લાયન્ટ નહીં મિશન હતી. આજે મેં સારા સ્વાસ્થ્ય અને વજન ઘટાડવાની સિદ્ધિ મેળવી છે તે તમને આભારી છે ડૉક્ટર. વેઈસ લોસ બાદ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર સતત પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી છે.

(4:09 pm IST)
  • સંભવત: અક્ષય કુમાર અને મિથુન દા બન્ને આવતીકાલે પીએમ મોદી સાથે બ્રિગેડ ગ્રાઉન્ડ, વેસ્ટબંગાળ ખાતે યોજાયેલ જંગી જાહેરસભામાં ભાગ લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. access_time 9:07 pm IST

  • અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારોએ રૂ. 2500 કરોડની જંગી સહાય આપી છે - રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ access_time 8:22 pm IST

  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST