Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કાજલ અગ્રવાલ કરશે લગ્ન

કાજલ મુંબઇમાં લગ્ન કરશે. લગ્નના ફંકશન બે દિવસ ચાલશે અને આમાં ફકત નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે

મુંબઇ,તા. ૬: સાઉથ ઇન્ડિયન સિનેમાની ચર્ચિત અભિનેત્રી કાજલ અગ્રવાલને લઈને ચર્ચાઓ છે કે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છે. કાજલના વુડ બી પાર્ટનર એક બિઝનેસમેન છે. કાજલ તરફથી આ અંગે પુષ્ઠિ કરવામાં આવી નથી, પણ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંદ્યમ અભિનેત્રી ટૂંક સમયમાં જ પોતાનું સ્ટેટસ સિંગલમાંથી મિંગલ કરી શકે છે.

કાજલ મુંબઇમાં લગ્ન કરશે. લગ્નના ફંકશન બે દિવસ ચાલશે અને આમાં ફકત નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. કાજલના થનાર દુલ્હાનું નામ ગૌતમ કિચલૂ છે, જે એક બિઝનેસમેન અને ઇન્ટીરિયર ડિઝાઇન્સ કળાના શોખીન અને પ્રશંસક છે. વેડિંગ સૂત્રના રિપોર્ટ પ્રમાણે, આ અરેન્જડ લવ મેરેજ હશે. ગૌતમ સાથે કાજલની સગાઇ થઈ ગઈ છે.

ઇન્ટરનેટ પર વાયરલ થતા આ સમાચારની પુષ્ઠિ હજી કાજલ તરફથી કરવામાં નથી આવી. જો કે, સોમવારે સાંજે કાજલે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં બ્લેક બેકગ્રાઉન્ડ પર એક દિલનો આકાર બનેલો છે. આની સાથે કાજલે કંઇપણ લખ્યું નથી, ફકત એક હાર્ટ ઇમોજી બનાવ્યું છે. કેટલાક ચાહકોએ તો કાજલને વધામણી પણ આપી દીધી છે.

(11:29 am IST)