Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

દર્શકોને હસાવવાનું કામ સરળ નથી હોતું: કામના

ટીવી અભિનેત્રી કામના પાઠકને દર્શકો કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટનને કારણે ઓળખે છે. નિર્માતા બિનાફેર કોહલી અને જય કોહલીની આ સિરીયલનું લોકડાઉન પછી ફરીથી શુટીંગ શરૂ થઇ જતાં કામના અત્યંત ખુશ થઇ છે. લોકડાઉનના થોડા દિવસ પહેલા જ તે પોતાના ઘરે ઇન્દોર ગઇ હતી અને ત્યાં ત્રણ મહિનાથી વધુનું રોકાણ થઇ ગયું હતું. કામના કહે છે લોકડાઉનને કારણે હું પરિવાર સાથે ખુબ સારો સમય પસાર કરી શકી હતી. છેલ્લા દસ વર્ષમાં મેં કદી પરિવાર માટે આટલો સમય આપ્યો નહોતો. મુંબઇમાં હું એકલી રહુ છું આ કારણે ઘરમાં બધાની સાથે હોવાની ખુશી વધુ હતી. મેં માતા સાથે મળી રસોઇ અને બીજા વ્યંજનો પણ બનાવતા શીખી લીધા હતાં. પરંતુ ઘરે રહીને હપ્પુની સમગ્ર ટીમ કલાકારો-ક્રુ મેમ્બર્સને ખુબ યાદ કરતી હતી. કામના કહે છે દર્શકોને હસાવવાનું કામ સરળ નથી હોતું. હાલના સંજોગોમાં તો આ કામ વધુ મુશ્કેલ બન્યું છે. હપ્પુમાં આગામી સમયમાં વધુને વધુ નવી કહાનીઓ દર્શકોને હસાવશે. 

(10:14 am IST)