Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

નવાજુદ્દિનની ઇચ્છા બે દસકા પછી પુરી થઇ

અભિનયમાં બહુમુખિ પ્રતિભા ધરાવતો અભિનેતા નવાજુદ્દિન સિદ્દીકી બોલીવૂડમાં ખુબ મહેનત અને સંઘર્ષ કરી નામના મેળવવામાં સફળ થયો છે. તેને તેના શાનદાર અભિનય માટે અનેક પુરષ્કાર પણ મળ્યા છે. એક ઉત્કૃષ્ણ કલાકાર તરીકે તે ખુબ સરળતાથી પોતાના પાત્રમાં ઢળી જાય છે. હાલમાં નવાજુદ્દિનની ફિલ્મ 'સિરીયસ મેન' નેટફિલકસ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મનું નિર્દેશન સુધીર મિશ્રાએ કર્યુ છે. નવાજુદ્દિન છેલ્લા વીસ વર્ષથી સુધીર મિશ્રા સાથે કામ કરવા ઇચ્છુક હતો. તેણે કહ્યું હતું કે સુધિરજી મારા ગુરૂ સમાન છે. તેમની કામ કરવાની ઇચ્છા તેમની દ્રષ્ટી એ ગુણો પૈકીની એક છે જેની હું હમેંશા સરાહના કરુ છું. તેમણે મારા કામના વખાણ કર્યા એ વાત હું જિંદગીભર યાદ રાખીશ. છેલ્લે નવાજુદ્દિન ડિજીટલ પ્લેટફોર્મ પર રાત અકેલી હૈમાં ઇન્સ્પેકટર જટિલ યાદવના રોલમાં દર્શકોને ખુશ કરવામાં સફળ થયો હતો. હવે તેની બીજી ફિલ્મ આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે. અહિ તે અલગ જ પાત્રમાં દેખાયો છે.

(10:14 am IST)