Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પાઓલી વધુ એક સસ્પેન્સ થ્રિલરમાં

બંગાળી અભિનેત્રી પાઓલી દેમ વધુ એક વખત ડિજીટલ પ્લેટફોર્મ પરની ફિલ્મમાં જોવા મળશે. અગાઉ કાલી નામની વેબ સિરીઝની બંને સિઝનમાં દમદાર ભુમિકા નિભાવી ચુકેલી અને છેલ્લે બુલબુલમાં જોવા મળેલી પાઓલીએ બોલીવૂડમાં હેટસ્ટોરીમાં પણ મુખ્ય રોલ નિભાવ્યો હતો. વેબ સિરીઝમાં તેનું કામ ચાહકોને ખુબ ગમ્યું છે. હવે તે ઝી ફાઇવની ફિલ્મ રાત બાકી હૈમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. પાઓલી સાથે આ ફિલ્મમાં અનુપ સોની મુખ્ય રોલમાં કામ કરી રહ્યો છે. સસ્પેન્સ થ્રિલર એવી આ ફિલ્મમાં બાર વર્ષ પછી મળતાં પુર્વ પ્રેમીઓની કહાની છે. જેમાંથી એક હત્યાના કેસમાં શંકાસ્પદ હોવાથી ફરાર છે. કહાની આગળ વધતી જાય છે તેમ અણધાર્યા વણાંકો આવતા રહે છે. રાહુલ દેવ, આકાશ દહિયા, દિપાનીતા શર્મા પણ ખાસ ભુમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન અવિનાશ દાસનું છે. નાટક પરથી આ ફિલ્મ બનાવાઇ છે. શુટીંગ રાજસ્થાનના રણથંભોરમાં કરવામાં આવી રહ્યું છે.

(10:13 am IST)