Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

'જવાન'ના પહેલા પોસ્ટરમાં શાહરૂખ ખાનનો ઇન્ટેન્સ લુક

મુંબઈ: શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ની જાહેરાત કરવામાં આવી છે. શાહરૂખ ડાયરેક્ટર એટલી સાથે એક ફિલ્મ કરી રહ્યો છે, તેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી પરંતુ નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. આ અંગેની માહિતી ટીઝર વીડિયો દ્વારા આપવામાં આવી હતી. 'જવાન'ના ટીઝરમાં શાહરૂખ ખાન એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. ચાહકોએ તેને આ પહેલા ક્યારેય જોયો નથી. હવે શાહરુખે 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ હિન્દી સહિત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. તેના પોસ્ટર પણ તમામ ભાષાઓમાં આવ્યા છે.

 

(5:51 pm IST)