Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કાલે રિલીઝ થશે કોમેડી ડ્રામા વેબ સિરીઝ હોમ શાંતિ

દહેરાદૂનમાં રહેતાં એક પરિવારની પોતાના સપનાનું ઘર બનાવવાની કોમેડી કહાની દર્શાવતી વેબ સિરીઝ ‘હોમ શાંતિ' આવતીકાલે હોટસ્‍ટાર સ્‍પેશિયલ પર રિલીઝ થશે. આ કોમેડી ડ્રામામાં દિગ્‍ગજ અભિનેતાઓ સુપ્રિયા પાઠક અને મનોજ પાહવા મુખ્‍ય ભુમિકા નિભાવી રહ્યા છે. સુપ્રિયાએ કહ્યું હતું કે મેં જ્‍યારે સ્‍ક્રિપ્‍ટ સાંભળી ત્‍યારે લાગ્‍યું કે જીવનનો આ દિલચસ્‍પ ભાગ છે અને હું આ પાત્ર સાથે ચોક્કસ ન્‍યાય રી શકીશ. મને વિશ્વાસ હતો કે હું પાત્રને મજેદાર બનાવીશ. આ કારણે જ હું હોમ શાંતિનો ભાગ બનવા ઇચ્‍છતી હતી. મનોજ પાહવાએ કહ્યું હતું કે હાલમાં વેબ સિરીઝ મોટે ભાગે ગુનાખોરી, અન્‍ડરવર્લ્‍ડ, ગાળોનો વરસાદ વરસાવતા માફીયાઓથી ભરપુર હોય છે. હોમ શાંતિની કહાની વાંચીને જ મને રાહત થઇ ગઇ હતી કે આમા આવુ કંઇ નથી. આ એક પારિવારીક અને ઘરેલુ કહાની છે જેને સમગ્ર પરિવાર સાથે બેસીને જોઇ શકે છે. આ કહાની હિન્‍દી અખબારના કોલમિસ્‍ટ ઉમેશ જોષી અને તેની નિવૃત સરકારી સ્‍કૂલની વાઇસ પ્રિન્‍સીપાલ સરલા જોષીની અને તેના બે બાળકોની છે.

(11:32 am IST)