Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

આ કારણે તબ્‍બુને થઇ રહી છે ખુશી

વિનોદ ખન્‍નાના પુત્ર અક્ષય ખન્‍નાએ બોલીવૂડમાં ૧૯૯૭માં ફિલ્‍મ હિમાલય પુત્રથી અભિનયની શરૂઆત કરી હતી. એ પછી તેણે બોર્ડર, મહોબ્‍બત, ભાઇ-ભાઇ, તાલક દિલ ચાહતા હૈ, હમરાઝ, હંગામા સહિતની ફિલ્‍મો કરી હતી. છેલ્લે તે ગયા વર્ષે સ્‍ટેજ ઓફ સિજ-ટેમ્‍પલ એટેક અને હંગામા-૨માં જોવા મળ્‍યો હતો. હવે તે અજય દેવગણ સાથે દ્રશ્‍યમ-૨માં જોવા મળવાનો છે. ૨૦૧૫માં આવેલી અજયની દ્રશ્‍યમની સિક્‍વલનું નિર્દેશન અભિષેક પાઠક કરી રહ્યા છે. વિજય સાળગાંવકરના રોલમાં અજય ફરી જમાવટ કરશે. તબ્‍બુ પોલીસ અધિકારીના રોલમાં છે. ભુષણ કુમાર, કિશન કુમાર, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક સાથે મળીને ફિલ્‍મ બનાવી રહ્યા છે. અક્ષય ખન્ના સાથેનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરીને તબ્‍બુએ લખ્‍યું હતું કે અક્ષય ખન્‍ના જેવા એક્‍ટરની દ્રશ્‍યમ-૨માં એન્‍ટ્રી થતાં ખુબ જ ખુશી થઇ રહી છે.

(11:31 am IST)