Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વિવાદિત રાધે મા લેશે બિગ બોસમાં:વર્ષોથી મળી રહી હતી ઓફર

બિગ બોસ ૧૪માં આ વખતે ટીવી એકટ્રેસ જૈસ્મિન ભસિન, નિયા શર્મા અને નૈના સિંહ પણ નજર આવશે

મુંબઇ,તા.૩: બિગ બોસ ટીવીનો સૌથી પોપ્યુલર રિયાલિટી શો છે. કોરોના વાયરસના કારણે હજી સુધી બિગ બોસ ૧૪ ને શરૂ નથી કરી શકાયો. પણ સલમાન ખાન આ શોનો પ્રોમો જાહેર કર્યો છે. પ્રોમો પછી એક પછી એક સેલેબ્સ આ શોમાં ભાગ લેશે તેમના નામ બહાર આવી રહ્યા છે. જે આ વર્ષે આ શો હેઠળ ઘરમાં લોક થશે. બિગ બોસ ૧૪માં કુલ ૧૬ લોકો ઘરમાં એન્ટ્રી લેશે. જેમાંથી ૧૪ સેલેબ્રિટી હશે.

 ત્યારે હવે ખબર આવી રહી છે કે આ શોમાં ફરી એક વાર વિવાદિત રહેલી સુખવિંદર કૌર ઉર્ફ રાધેમાંકંટેસ્ટેંટ તરીકે ભાગ લેશે. જો કે ચેનલ કે મેકર્સ તરફથી આ મામલે કોઇ અધિકૃત જાહેરાત નથી કરી.

રાધે માંનો જન્મ ગુરદાસપુર જિલ્લામાં થયો હતો. નાની ઉંમરે તે ભકિતના માર્ગે જતી રહી હતી. અને પોતાના અજીબ કપડાં અને બોલવાના ખાસ અંદાજના કારણે તે લોકોની નજરોમાં આવવા લાગી. લોકોની સમસ્યા દૂર કરનાર રાધે માં અનેક વાર વિવાદોમાં પડી ચૂકી છે. લોકોએ આઇ લવ યૂ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ બોલનાર સુખવિંદર મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે.

 બિગ બોસ ૪માં સામેલ ડોલી બ્રિંદ્રા પણ એક સમયે રાધેમાંની ભકત હતી. પણ એકટ્રેસે આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૫માંરાધે માં અને તેમના ભકતોએ ચંદીગઢ સ્થિત પંજાબ પોલીસના મોટા અધિકારીના ઘર લઇ ગયા અને તેનું યૌન ઉત્પીડન કર્યું. ડોલીએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી અને રાધે માં સાથે પોતાના સંબંધો તોડી દીધા આ સિવાય બિગ બોસ ૧૪માં ટીવી એકટ્રેસ જૈસ્મિન ભસિન, નિયા શર્મા અને નૈના સિંહ પણ નજર આવશે. સાથે જ અનુ મલિક અને આમીર અલી પણ શોનો ભાગ બનશે. શોમાં હાલ રિપેરિંગ ચાલી રહી છે. ૪ ઓકટોબરે બિગ બોસના શોનું ગ્રાન્ડ પ્રીમિયર થશે.

(11:37 am IST)