Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

આજે ટીવી ઉદ્યોગ સંગઠીત થઇ ગયો છેઃ શુભાંગી અત્રે

અભિનેત્રી શુભાંગી અત્રે ઘર-ઘરમાં જાણીતી બની ગઇ છે. નિર્માતા બીનાઇફર કોહલી અને સંજય કોહલીની સિરીયલ 'ભાભીજી ઘર પર હૈ'માં અંગુરી ભાભીનો રોલ નિભાવી રહેલી શુભાંગી તેની મોહક અને આકર્ષક અદાને કારણે દર્શકોના સતત દિલ જીતી રહી છે. શુભાંગી એક દસકથી વધુ સમયથી ટીવી પરદે કામ કરી રહી છે. ભારતીય ટેલિવિઝન ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયમાં કેટલો અને કેવી રીતે વિકસીત થયો તેની પણ તે સાક્ષી છે. તે કહે છે હાલના સમયમાં ટેલિવીઝન ઉદ્યોગ ખુબ સંગઠીત થઇ ગયો છે. પહેલા શુટીંગ અવ્યસ્થિત થતાં હતાં અને મોડી રાત સુધી પણ શુટીંગ ચાલુ રહેતાં હતાં. પરંતુ હવે ઘણુ સારુ થઇ રહ્યું છે. હવે અહિ કલાકારો-અભિનેતાઓ માટે ખુબ કામ છે.

ઓટીટી પ્લેટફોર્મને કારણે પણ આ તકો વધી ગઇ છે. નવી અને વધુને વધુ કહાનીઓ પણ દર્શકોને સતત મળી રહી છે અને અભિનેતાઓને ભરપુર કામ મળી રહ્યું છે. શુભાંગી ચાર વર્ષથી અંગુરીભાભીનો રોલ નિભાવી રહી છે. તે કહે છે અંગુરી એક નિર્દોષ વ્યકિત છે. તેની સાદગી અને માસુમિયત તેનો સોૈથી મોટો ગુણ છે. હું પણ અસલી જિંદગીમાં સાંઇઠ સુધી જેવી અંગુરીભાભી જેવી છું. શુભાંગીએ સહકલાકારોના પણ ભરપુર વખાણ કર્યા હતાં.

(9:41 am IST)