Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

'DID સુપર મોમ્સ 3'ના જજની પેનલમાં રેમો ડિસોઝા

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા આગામી ડાન્સ રિયાલિટી શો 'DID સુપર મોમ્સ 3'માં જજ તરીકે જોડાશે.આ શો તે માતાઓને તક આપશે જે હંમેશા ડાન્સમાં કરિયર બનાવવા માંગતી હતી.રેમો કહે છે બધી સુપર માતાઓ, તૈયાર થઈ જાઓ કારણ કે અમે તમારા ઓડિશન માટે તમારા શહેરમાં આવી રહ્યા છીએ. જેથી તમને 'DID SUPER MOMS' દ્વારા તમારી પ્રતિભા દર્શાવવાની અને તમારા સપનાને સિદ્ધ કરવાની તક મળી શકે. આગામી સપ્તાહમાં ભોપાલ, અમદાવાદ, ગુવાહાટી, લખનૌ અને ચંદીગઢમાં ટૂંક સમયમાં ઓન-ગ્રાઉન્ડ ઓડિશન શરૂ થશે.

(6:04 pm IST)