Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આ પાત્રમાં ઢળવું સહેલુ નહોતું: શબ્‍બીર

ટીવી પરદે નવો શો પ્‍યાર કા પહેલા નામ રાધા મોહન શરૂ થઇ ચુક્‍યો છે. આ સિરીયલમાં આજના વૃંદાવનની પૃષ્‍ઠભૂમિમાં રચાયેલા પ્રણયની કહાની છે. શબ્‍બીર અહલુવાલીયા આ શોમાં મુખ્‍ય ભૂમિકા નિભાવી રહ્યો છે. દર્શકો અત્‍યાર સુધી તેને કુમકુમ ભાગ્‍યમાં ખુબ લાંબો સમય સુધી જોઇ ચુક્‍યા છે. શબ્‍બીરે કહ્યું હતું કે આ નવા શોને કારણે હું ખુબ જ ઉત્‍સાહી હતો. જો કે મારા માટે મોહનના પાત્રમાં ઢળવાનું કામ સરળ નહોતું. મેં પહેલેથી જ અલગ અલગ પાત્રો ભજવ્‍યા છે. આ કારણે જ નવા નવા પાત્રો ભજવવા હું ઉત્‍સાહી રહ્યો છું. પડકારજનક પાત્રોએ જ મને સારો કલાકાર બનાવ્‍યો છે. કલાકાર તરીકે તમારા લૂક અને પાત્રો સાથે સતત પ્રયોગો કરવાથી તમને ઘણુ ઘણુ શીખવા મળતું હોય છે. કુમકુમ ભાગ્‍યાના મારા અભીના પાત્ર પછી હવે હું આ શોમાં મોહનનો રોલ નિભાવી રહ્યો હોઉ મારા માટે આ કામ થોડુ મુશ્‍કેલ હતું. પણ મેં મહિનાઓ સુધી મહેનત કરી આ પાત્રને મને મજેદાર બનાવ્‍યું છે.

 

(10:58 am IST)