Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

13 વર્ષની ઉંમરે સેક્‍સ્‍યુઅલ એબ્‍યુઝનો ભોગ બની હતી અભિનેત્રી સોનમ કપુરઃ પોતાની સાથે થયેલ ઘટનાનો ખુલાસો કર્યો

અભિનેત્રી તેના મિત્રો સાથે થિયેટરમાં ફિલ્‍મ જોવા ગઇ હતી ત્‍યારે અંધારામાં મિત્રએ ગેરફાયદો ઉઠાવ્‍યો

મુંબઇઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી અને લેજેન્ડ અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે પોતાની લાઈફની એવી પળો વિશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે વિચારીને કોઈ પણ છોકરીના રૂવાંટા ઊભા થઈ જાય. સોનમ કપૂરે એક શો દરમિયાન જણાવ્યું હતું કે તે બાળપણમાં સેક્સ્યુઅલ એબ્યૂઝનો ભોગ બની ચૂકી છે. અભિનેત્રીએ જ્યારે પોતાની સાથે ઘટેલી આ બિહામણી ઘટના વિશે જણાવ્યું તો ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

કાંપી ગઈ હતી સોનમની રૂહ...

સોનમ કપૂરે રાજીવ મસંદના શો 'ધ એક્ટ્રેસિસ રાઉન્ડટેબલ' (2016) પર પોતાની સાથે થયેલા સેક્સ્યુઅલ અબ્યૂઝ વિશે વાત કરી હતી. સોનમ કપૂરે જણાવ્યું હતું કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તે તેના કેટલાક મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી. ત્યાં અંધારાનો ફાયદો ઉઠાવીને એક વ્યક્તિ પાછળ આવ્યો અને તેણે મારી છાતી પકડી લીધી હતી. સોનમ કપૂરે જણાવ્યું કે ત્યારે તે ખુબ નાની હતી અને તેના સ્તન વિકસ્યા નહતા. સોનમે સાથે એમ પણ કહ્યું કે તે એટલી ડરી ગઈ હતી કે તે કાંપવા લાગી હતી. તેને કશું સમજમાં નહતું આવ્યું કે શું થઈ રહ્યું છે.

સોનમ કપૂરે જ્યારે રાજીવ મસંદના શો પર આ વાતો કરી ત્યારે ત્યાં હાજર રાધિકા આપ્ટે, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, અને વિદ્યા બાલન પણ એકદમ ચોંકી ગયા હતા. સોનમ કપૂર હાલ તો માતૃત્વની મજા માણી રહી છે. વધુમાં વધુ સમય પોતાના પુત્ર વાયુ સાથે વિતાવી રહી છે.

(5:55 pm IST)