Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

એ દ્રશ્યોના શુટીંગ માટે હિમ્મત કરવી પડી હતીઃ જીવાંશ

અભિનેતાઓ માટે એકશન દ્રશ્યોનું શુટીંગ કરવું એ થોડુ પડકારરૂપ હોય છે. એક કલાકાર બીજા સહકલાકારને માર મારે એ તો મજેદાર હોય છે પરંતુ સિનીયર અભિનેતા પર હાથ ઉપાડવાની વાત હોય ત્યારે થોડો કચવાટ થતો હોય છે. દંગલના ટીવી શો રંજૂ કી બેટીયામાં જીવાંશ ચઢ્ઢાને પોતાના ઓનસ્ક્રીન પિતા અયુબ ખાનને ધક્કો મારવાનો હોય છે. આ દ્રશ્ય તેના માટે મુશ્કેલ બની ગયું હતું. જીવાંશ કહે છે આ દ્રશ્યમાં મારે ખુબ સાહસનો ઉપયોગ કરવો પડ્યો હતો. અમારી વચ્ચેના થપ્પડના સીનને પણ કઠોર અને ભાવનાત્મક રીતે દેખાડાયો હતો.એક દ્રશ્યમાં મેં ભુવન કાકાને તેણે દગો દીધો હોવાથી થપ્પડ મારી હતી. એ કારણે પિતાએ અમને માર માર્યો હતો. એ પછી તેઓ અમારા ઓનસ્ક્રીન માતાને મારવા આગળ વધે છે ત્યારે હું વચ્ચે આવુ છું અને તેને ધક્કો મારુ છું. ત્યારે મારે માના હાથે પણ થપ્પડ ખાવી પડી હતી. આ દ્રશ્યોના રિહર્સલમાં પણ મજા પડી હતી. અયુબ ખાન સાથેના દ્રશ્ય વખતે મારે થોડુ આક્રમક બનવું પડ્યું હતું અને હિમ્મત ભેગી કરવી પડી હતી.

(10:17 am IST)