Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

જૈન સામાજિક કાર્યકર

પરિમલભાઈ મહેતાનો આજે જન્‍મદિવસ

 રાજકોટઃમૂળ નિકાવા અને હાલ રાજકોટના વતની અબોલ જીવોની વેદનાને વાચા આપતા જીવદયા પ્રેમી સામાજિક કાર્યકર પરિમલ મહેતાનો આજે જન્‍મદિવસ છે.આજે તેઓ યશસ્‍વી જીવનના ૩૮ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અનેક સામાજીક સેવાકીય સંસ્‍થાઓમાં સક્રિયતાથી જોડાયેલા છે.
 પરિમલ મહેતા સેવાકીય ક્ષેત્રે જીવદયા,માનવસેવા, વૈયાવચ્‍ચ જેવા કાર્યોમાં રૂચી ધરાવે છે. જન્‍મદિવસ નિમિતે જીવદયાના કાર્યો કરવામાં આવશે. જન્‍મ દિવસ નિમિત્તે આજરોજ સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી (મુંબઇ) ગીરીશભાઈ શાહ રાજકોટ સમસ્‍ત મહાજનના ટ્રસ્‍ટી અને કરુણા ફાઉન્‍ડેશનના મિત્તલભાઈ ખેતાણી, પ્રતીકભાઈ સંઘાણી તેમજ જીલ્લા ભાજપ  પ્રમુખ, મહામંત્રી તેમજ રાજકોટ જીલ્લા ભાજપ અને વિવિધ સામાજીક સંસ્‍થાના એલર્ટ ગ્રુપ વિહારસેવા ગ્રુપ અજરામર એક્‍ટિવ એસોર્ટ જીવદયા ગ્રુપ તેમજ મહેતા પરિવાર  તેમજ મિત્ર વર્તુળો અને આગેવાનો તરફથી પરિમલ મહેતાને જન્‍મદિવસ નિમિતે (મો. નં ૭૮૭૮૦૫૪૩૨૧) શુભેચ્‍છા મળી રહી છે.

 

(4:32 pm IST)