Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મોરબી જીલ્લાના 'ઝી ૨૪ કલાક' ગુજરાતી ન્યુઝ ચેનલના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો જન્મદિન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૨ : છેલ્લા ૧૫ વર્ષથી પત્રકાત્વ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને નીડરતાથી કામગીરી કરતા મોરબી જીલ્લાના 'ઝી ૨૪ કલાક' ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર હિમાંશુ ભટ્ટનો આજરોજ જન્મદિવસ હોય રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા ૧૫ વર્ષથી પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા સાથે કામ કરીને હંમેશા લોકોના પ્રર્શ્નોને નીડરતાથી અને નિષ્ઠાપૂર્વક ન્યાય આપતા હિમાંશુ અનિલભાઈ ભટ્ટે તેની કારકીદીની શરૂઆત રાજકોટથી પ્રસિદ્ઘ થતા 'લોક સમર્થન' પેપરથી કરી હતી અને વર્ષ ૨૦૦૭ માં 'ટીવી-૯' ગુજરાતી ન્યુઝ ચેનલમાં જોડાઈને ઈલેકટ્રોનિક મીડિયામાં કામગીરી કરી હતી જો કે છેલ્લા ઘણા વર્ષોથી ઝી ૨૪ કલાક ન્યુઝ ચેનલ સાથે કામ કરીને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તેમજ સમાસ્યનો નિકાલ લાવવા માટે અને હવે 'મોરબી ટુડે'ના માધ્યમનો મોરબીના રહેવાસીઓની સુખાકારીમાં વધારો કરવા માટે સદઉપયોગ કરનારા હિમાંશુ ભટ્ટ પત્રકાર તરીકે કામગીરી કરી રહ્યા છે (મો. ૯૬૬૨૦ ૩૮૨૯૮)

(11:25 am IST)