Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૨ : શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાનો કાલે તા. ૧૩ ના જન્મ દિવસ છે. જુના વોર્ડ નં. ૧૨ ના ભાજપ પ્રમુખ તરીકે બે ટર્મ રહી ચુકયા છે. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ જવાબદારી સંભાળી ચુકયા છે. વ્યવસાયે ટેક્ષ કન્સલ્ટન્ટ હોય ગુજરાત કોમર્શીયલ ટેક્ષ બાર એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે રહી ચુકયા છે અને હાલ સભ્ય તરીકે કાર્યરત છે. તેમના મો.૯૮૨૫૮ ૮૨૫૨૫ છે.

(3:01 pm IST)
  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST