Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજકોટના યુવા એડવોકેટ સતીષ મુંગરાનો આજે જન્મદિવસ

રાજકોટ,તા.૧૨ : રાજકોટ બાર.એશો.ના સભ્ય અને યુવા એડવોકેટ સતીષ.પી.મુંગરાનો આજે જન્મદિવસ છે તેઓ તેમના યશસ્વી જીવનના ૨૮ વર્ષ પુર્ણ કરી ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

એડવોકેટ સતીષ મુંગરાએ એલ એલ બી નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ સને ૨૦૧૬માં સનદ  મેળવીને જરા પણ વિલંબ કર્યા વગર રાજકોટના સિનિયર એડવોકેટ સ્વ. રમેશભાઇ મુંગરા તેમજ તેમના વડીલ બંધુ રોહિત મુંગરા સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાય ગયેલ તેઓ હાલ ક્રિમીનલ તેમજ રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે.

મિલનસર સ્વભાવના યુવા એેડવોકેટ સતીષભાઇને તેમના જન્મદિવસ નિમિતે રાજકોટ બાર એશો.ના વકિલ મિત્રો, સગા સંબધીઓ તરફથી તેમના મોબાઇલ નંબર ૯૮૭૯૧ ૯૯૦૩૨ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:34 am IST)