Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

'નામ' એવા ગુણઃ સેવાવ્રતી અનુપમ દોશીનો જન્મદિન

રાજકોટ : જસદણ તાલુકાના ભાડલાના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી સેવાના ક્ષેત્રમાં માન અને સ્વીકૃતિ મેળવનાર અનુપમ દોશી સાચા અર્થમાં સંત જેવું જીવન જીવી માનવતાનો અલગારી ઓલીયા તરીકેની ઓળખ ધરાવે છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાઇને માઁ ભારતીને પરમ વૈભવના શીખરે પહોંચાડવાના તેમજ અંત્યોદયના સુત્રને જીભથી જીવથી સાર્થક કરવા અહર્નીશ પ્રયત્નશીલ સૌરાષ્ટ્રના ટોચના સામાજીક કાર્યકર્તા અનુપમ દોશી પોતાના યશસ્વી જીવનના ૬૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   ગુજરાત  સરકાર દ્વારા શ્રેષ્ઠ સંસ્થાઓના બે વાર એવોર્ડ મેળવી ચૂકેલ વિવેકાનંદ યુથ કલબના ધરોહર, સમગ્ર દેશમાં અને દેશની બહાર સીમાડા ઓળંગી ખ્યાતી પ્રાપ્ત બનેલ દીકરાના ઘર વૃધ્ધાશ્રમના મે.ટ્રસ્ટીએ સેવાના તમામ ક્ષેત્રમાં પોતાના તન-મન-ધન-વચ અનેકર્મથી યોગદાન આપ્યું છે અને આપતા રહે છે. અત્યાર સુધીમાં ૧૦૦૦થી પણ વધુ કેમ્પો દ્વારા લાખો માનવ જીંદગીને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવન બચાવવા નિમિત બન્યા છે. ૯-૯-ર૦૦૯ના ઐતિહાસિક દીને રાજકોટના યજમાન પદે યોજાયેલ ગૃહસ્થ શ્રમી, નોકરીયાત, બીન રાજકીય વ્યકિતના જન્મદિન નિમિતેની યોજાયેલી દેશ અને દુનિયામાં પ્રથમવાર કહી શકાય તેવી મહારકતદાન શિબિરમાં ૧ર૦૦ જેટલા યુવાનોએ રકતદાન કર્યું હતું. જે એક વિક્રમજનક ઘટના હતી. અન્યોને દૃષ્ટિ આપવાની ચક્ષુદાન પ્રવૃતિમાં રાજકોટને દેશ દુનિયામાં મોખરાનું સ્થાન આપવામાં અનુપમભાઇ નિમિત બન્યા છે. સાહિત્યની પ્રવૃતિને વેગ મળે ઉગતા કવિઓ, લેખકોને પ્રોત્સાહન મળે, રાજકોટના લોકોનો સાહિત્ય પ્રત્યે લગાવ રહે એવા હેતુથી 'દીકરાનું ઘર' પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થાના સંવાહક છે.

સ્વ. માનભાઇ ભટ્ટમાંથી પ્રેરણા લઇ અને તેમના આશિર્વાદથી જ દેહદાન ક્ષેત્રે અનુપમભાઇ અને તેમની ટીમ અદભૂત કામગીરી કરી છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી અનુપમભાઇ પોતાના કોમરેડસ માટે પણ પ્રખર ટ્રેડ યુનિયનીસ્ટ એન લીડર તરીકેની કામગીરી સુપેરે બજાવી રહ્યા છે. પાંચ વર્ષ પૂર્વે તેમના જન્મદિન નિમિત્તે સમાજને એક રાહ ચિંધનારી વધુ એક ઐતિહાસિક ઘટના તેમના જ સેવાના સારથીઓ દ્વારા તેમના જન્મદિન નિમિત્તે ત્રણ લાખ રૂપિયાની થેલી અર્પણ કરેલ. વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા અનુપમભાઇને તેમના જન્મદિન શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેમના મોબાઇલ નંબર ૯૪ર૮ર ૩૩૭૯૬ છે.

(2:42 pm IST)
  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST