Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અમરેલીના યુવા આગેવાન ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીનો જન્મદિવસ

અમરેલી, તા. ૭ : તાલુકાના નાના એવા વાંકિયા ગામના વતની તથા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ-અમરેલીના પ્રમુખ, કોર્પોરેટ ઇવેન્ટના માસ્ટર, ફાયર બ્રાન્ડ એનાઉન્સર, અંગ્રેજી વિષયના નિષ્ણાંત પ્રોફેસર, અમરેલી જિલ્લાના યુવાનોમાં નોખુ-અનોખું સ્થાન ધરાવતા હરેશ બાવીસીનો આજે જન્મદિવસ છે.

અમેરિકન ઇંગ્લીશમાં સ્નાતક તથા એન્ટાયર ઇંગ્લીશમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હરેશ બાવીશી અમરેલી જિલ્લા ઉપરાંત ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ, રાજનેતાઓ વિ. સાથે નિકટના સંબંધો ધરાવતા હોવાથી નાની-ઉંમરમાં પોતાની મહેનત, આવડત, ટેલેન્ટ તથા ફાયર બ્રાન્ડ વકતા તથા એનાઉન્સર તરીકેની છાપ ધરાવતા હોવાથી સમગ્ર જિલ્લાના, સૌરાષ્ટ્રના યુવાનોમાં એક આગવું સ્થાન ધરાવે છે. માટે મોટી સંખ્યામાં આગેવાનો, શુભેચ્છકો તથા યુવાઓ જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. અત્રે કહેવું જણાશે કે બિલકુલ સાદાઇથી અબાલ-વૃદ્ધ સૌ કોઇ સાથે હળી-મળી જનાર હરેશ બાવીશી સૌ કોઇના હૃદયમાં સ્થાન પામ્યા છે. ત્યારે તેના જન્મદિવસ પર સમગ્ર ગુજરાતભરમાંથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(1:08 pm IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST