Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2024

રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ ગોકાણીનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧રઃ રાજકોટના બારના યુવા ધારાશાસ્‍ત્રી અને સૌરાષ્‍ટ્રના  એડવોકેટ અભય ભારદ્વાજ એસોસીયેટની ઓફીસમાં પ્રેકટીકસ કરતા એડવોકેટ ગૌરાંગ પ્રફુલભાઇ ગોકાણીનો આજે જન્‍મ દિવસ છે.

એડવોકેટ ગૌરાંગ ગોકાણી વકીલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે સારૂં નામ અને પ્રતિષ્‍ઠા ધરાવે છે. તેને રાજકોટ સેશન્‍સ કોર્ટ ખાતે ક્રીમીનલ કોર્ટ સિવિલ કોર્ટ, ફેમીલી કોર્ટમાં પ્રેકટીસ કરે છે. અને તેઓ ખાણ-ખનીજ, જી.પી.આઇ.ડી. નારકોટીકસ-ડ્રગ્‍સ તથા પ્રોહીબીસન તેમજ ખુન જેવા અનેક ગંભીર કેસોમાં લોકોને ન્‍યાય અપાવવા માટે મદદરૂપ થયેલ છે. તેઓ રઘુવંશી સમાજમાં પણ આગળ પડતા સેવાના કાર્યોમાં અમુલ્‍ય યોગદાન આપેલ છે. ગૌરાંગ ગોકાણી નાની ઉંમરમાં ખુબજ મોટું નામ ધરાવે છે. હાલમાં રાજકોટ જયુડીસિયલ લીગલ એઇડ ડીપાર્ટમેન્‍ટ તરફથી વકીલ તરીકે નીમણુંક કરેલ છે તથા હાલ જેલ ઓથોરીટીના મેમ્‍બર તરીકે પણ નિમણુંક થયેલ છે અને લીગલ જયુડીસિયલ લીગલ એઇડ ડીપાર્ટમેન્‍ટ તરફથી ઘણા બધા ગંભીર કેસો સોપવામાં આવેલ છે જે કેસોમાં પણ લોકોને ન્‍યાય અપાવેલ છે. આજરોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મીત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો. નં. ૯૦૩૩૧ ૩૩૩૦૩ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(11:28 am IST)