News of Monday, 23rd November 2026
શુધ્ધ પાણીના નામે ભયાવહ કેમિકલ
બિસ્લેરી ફેઇલઃ તત્કાળ કડક પગલાનો અભાવઃ પોતાને સુધારેલા માનતા ગ્રાહકો સાવ ઢઃ લેબોરેટરીમાં પ્રોડકટ ફેઇલ છતા ગટગટાવતા રહે છેઃ ખુલ્લેઆમ લૂટફાટ છતા આખો દેશ ચૂપ
ભારતીય માર્કેટ અને મીડિયા થોડા વિચિત્ર છે. ખાદ્યતેલમાં ડબ્બે રૂ. ૨૦નો વધારો થાય તો પણ મોંઘવારી ફાટી નીક્ળ્યાના દેકારા કરી મૂકે છે. પેટ્રોલમાં રૂપિયો વધે તો પણ હાહાકાર મચાવી દ ે છે. બીજી બાજુ પીવાના પાણીની બોટલના રૂ. ૨૦- ૨૨ લેવામાં આવે તો પણ મોંઘવારી ફાટેલી લાગતી નથી. શુદ્ધ- મિનરલ પાણીના નામે ભારતમાં લોકોને ખુલ્લેઆમ મૂરખ બનાવવામાં આવે છે. મોંઘુદાટ પાણી બોટલમાં બંધ હોય છે. પોતાને સુધરેલા ગણતી જમાત આ પાણી પીને જાહેરમાં વટ મારતી હોય છે. પીવાના પાણીની મોટી અને મોંઘી ગણાતી બ્રાન્ડ બિસ્લેરીનું પાણી અપીધ્ય જાહેર થયું છે.
બોટલબંધ પાણીની ગુણવત્તા અંગેના તાજેતરના અહેવાલોએ જાહેર આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. બિસ્લેરી જેવી મોટી બ્રાન્ડના નમૂના તપાસમાં અસુરક્ષિત ઠર્યા છે. પાણીમાં જોખમી રસાયણો મળ્યાના અહેવાલો છે. FSSAI દ્વારા અન્ય કંપનીઓ સામે પણ કાર્યવાહી થઈ છે. આ સ્થિતિ બજારની નિયમન વ્યવસ્થાની નબળાઈ બતાવે છે.
લોકો શુદ્ધતા માનીને પૈસા ખર્ચે છે. વિશ્વાસના નામે મોટી છેતરપિંડી ચાલે છે. પ્લાસ્ટિક બોટલના પાણીથી થતા જોખમો અંગે અનેક અભ્યાસ થયા છે. રાસાયણિક તત્વો અને માઈક્રોપ્લાસ્ટિક શરીરને નુકસાન કરે છે. આ તત્વો ધીમે ધીમે શરીરમાં ભરાય છે. તેનાથી હોર્મોનલ સમસ્યા અને અન્ય રોગ થાય છે. અનેક રિપોર્ટ આવ્યા છતાં નક્કર પગલાં લેવાતા નથી. માત્ર તપાસ કે નોટિસ પૂરતી કાર્યવાહી અધૂરી રહે છે. નિયમોના પાલન માટે સતત દેખરેખ જરૂરી છે.
ગ્રાહકો સારા પાણી માટે ઊંચી કિંમત ચૂકવે છે. બદલામાં આરોગ્ય માટે જોખમી પાણી મળે છે. આ સ્થિતિમાં સરકારની નીતિ સામે શંકા થાય છે. દેખરેખ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ દેખાય છે. કડક કાયદાનો અમલ થવો જોઈએ. જવાબદારી નક્કી કરવી અનિવાર્ય છે. નજીવા દંડથી ગેરરીતિ અટકતી નથી. કંપનીઓને છૂટો દોર મળે છે.
પ્રયોગશાળાના પરિણામ બાદ તાત્કાલિક રિકોલ થવું જોઈએ. કડક સજાની જોગવાઈ હોય તો જ ડર રહે. ગ્રાહક સુરક્ષા કાયદાનો અસરકારક ઉપયોગ જોઈએ. ગુણવત્તાના ધોરણોમાં કોઈ બાંધછોડ ન ચાલે. પારદર્શકતા વિના ગ્રાહકનો વિશ્વાસ ટકતો નથી. જો કે ભારતમાં પોતાને સુધરેલા ગણતી જમાત ગ્રાહક તરીકે સાવ ઢ છે. લેબોરેટરીના ભયાવહ રિપોર્ટ બાદ પણ મોંઘુદાટ બોટલબંધ પાણી ગટગટાવતા રહે છે.
ગેરરીતિ સામે સમાજમાં જાગળતિ ખૂટે છે. આર્થિક અને આરોગ્યની લૂંટ સામે અવાજ ઉઠતો નથી. ખુલ્લેઆમ લૂંટફાટ છતાં દેશમાં શાંતિ દેખાય છે. નક્કર નીતિ અને કડક કાર્યવાહી વિના જોખમ વધશે. જાહેર આરોગ્ય બચાવવા ત્વરિત પગલાં જરૂરી છે. નાગરિકોએ પણ સજાગ રહેવું પડશે. શુદ્ધ પાણીનો અધિકાર સુરક્ષિત થવો જોઈએ. તંત્રની બેદરકારી હવે સ્વીકાર્ય નથી. આરોગ્ય સાથેના ચેડાં તાત્કાલિક બંધ થવા જોઈએ.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
