તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Thursday, 8th May 2025
ભલભલા દેશ ભકત બની ગયા..
ભુતકાળમાં સૈન્ય પાસે સબૂત માંગનારા સૈન્યના વખાણે ચઢ્યાઃ ઘણાં સમજદારીથી અને ઘણા લાચારથી વખાણ કરે છે
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સ્તબ્ધ બની ગયું છે. ઘરમાં ઘુસીને ફુરચા ઉડાવ્યા છતાં પાકિસ્તાન તેને રોકવા પણ સક્ષમ ન હતું. આતંકી ટોળાઓ ધ્રુજી ગયા છે, પાક. સૈન્ય હતપ્રભ છે, પાક. સરકાર આબરુ જળવાય તેવા તર્ક શોધવા ફાંફા મારી રહી છે. પાકિસ્તાનના મોટાભાગના લોકો ભારતની કાર્યવાહીથી ખુશ છે!
ઉફાણે આવેલું પાકિસ્તાન ખુદની ઓકાત સમજી ગયું છે. ચુટકી સિંદૂર પણ પાકિસ્તાન ને ભારે પડી ગયું છે. પાકિસ્તાનની આ દશા જોઇ ને ભારતની સરકાર-સૈન્ય પર ગર્વ થાય એ સ્વાભાવિક છે.
માત્ર પાકિસ્તાન જ નહિ, ભારતના આંતરિક દૃશ્ય જુઓ તો પણ આર્શ્ચય થાય તેમ છે. ભારતમાં રાષ્ટ્રીય પ્રવાહોથી ઊંધા ચાલનારા ટોળાની અછત નથી. આ ટોળા બેફામ બની જતા વાર લાગતી નથી. પાકિસ્તાન જેવા દેશો ભારતના ટોળાને ઉશ્કેરીને કે તેને હવા ભરીને પોતાના ધ્યેયો પુરા કરતા હતા. ભારતે પાકિસ્તાન પર આકાશી તાંડવ કરીને શકિતની ઝલકનો પરચો દેખાડયા બાદ ભારતમાં આંતરિક સ્થિતિ આશ્ચર્ય પમાડે તેવી બની છે.
કાયમ ઊંધા ચાલતા ભલભલા મહાનુભાવો પણ ભારત ભકત બની ગયા છે. ગત સર્જિકલ સ્ટ્રાઇક યાદ કરો. આવા લોકોના ટોળા સરકાર-સૈન્ય પર શંકા કરીને સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતા હતા. આવું કરીને ટોળા ભારત વિરોધી-વિલન જેવા સાબિત થયા હતા. આ કારણે ઘણાં નેતા-પક્ષોના રાજકારણ સમાપ્ત થઇ ગયા હતા.
ઇંદિરા શાસન હોય કે મોદી શાસન, પરાક્રમને સલામ કરવી જ પડે. આ સામાન્ય બાબત હાલ નીકળેલા ટોળાને સમજાતી ન હતી. રાજકીય પતન થવા લાગ્યું તેથી સમજ આવી કે દેશ અને પક્ષ બંને અલગ બાબત છે. લાચારી વશ થઇ ને ભારતીય સૈન્યના વખાણ કરનારાના મોટા ટોળા છે.
મોદી શાસનની આ તાકાત ગણાય. પહેલા રાજકીય પક્ષોના હિન્દુ સમાજને સન્માન અપાવવા મજબૂર કર્યા અને હવે દેશભકત બનવા મજબૂર કર્યા છે.
આ સ્થિતિ પ્રેરણા લેવા જેવી છે. ભારતમાં અસંખ્ય લોકો એવા છે, જે ધાર્મિક કટ્ટરતાના રવાડે ચડીને પાકિસ્તાન ને આદર્શ માને છે. આવા ટોળા ભારતમાતાને નફરતની દૃષ્ટિથી જુએ છે. ભારતમાતાની તાકાતનો પરચો પાકિસ્તાનને મળી ગયો છે. ધાર્મિક કટ્ટરવાદી મસૂદની દશા પણ જોવા જેવી થઇ છે. પાકિસ્તાન ભારતના હુમલા રોકવા કે સમજવા પણ સક્ષમ ન હતું. આ બધી બાબતો ભારતમાં રખડતા ટોળા માટે પ્રેરક છે. લાચારીથી નહિ, દરેક ભારતીયે દિલથી ભારત ભકત બનવાની તક છે. ૨૩ મિનિટની તાકાતની ઝલક પણ પાકિસ્તાન ખમી શકયું નહિ, ભારતમાતાની તાકાની કલ્પના કરજો.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
