<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

પ્રમુખ એટલે પ્રથમ મુખ

પ્રમુખની વૃત્તિ-વિચાર અયોગ્‍ય હોય તો શબ્‍દનો અર્થ પ્રથમ મુર્ખ થઇ જાયઃ શાસક પક્ષના પ્રમુખ સામાન્‍ય પદ નથી, ક્રાંતિ કરી શકે

 

ભારતીય જનતા પાર્ટીના  સંગઠનની ગાડીએ ગતિ પકડી છે. શહેરો-ગામોમાં પ્રમુખોની ધડાધડ નિમણૂકો થવા લાગી છે. પ્રદેશ અને રાષ્‍ટ્રીય પ્રમુખ પણ નવા આવી રહયા છે.

શાસક પક્ષના પ્રમુખ હોવું એ સામાન્‍ય બાબત નથી ગામ-શહેર-જિલ્લા કે વોર્ડના પ્રમુખોનું પદ પણ અસામાન્‍ય ગણાય. આ પદને સમજવું રસપ્રદ છે

સરપંચથી માંડીને મુખ્‍યમંત્રી કે વડાપ્રધાન પક્ષની ટિકિટથી ચૂંટાયેલા કોઇ પણ નેતા ગામે તે પદ પર હોય, પરંતુ સંગઠનની દૃષ્‍ટિએ પક્ષ પ્રમુખ જ મોટા છે. આ દૃષ્‍ટિએ ગામથી માંડીને રાષ્‍ટ્રના પ્રમુખો પાવરમાં અસામાન્‍ય છે.

શબ્‍દની વ્‍યાખ્‍યામાં જાવ તો સાથે જોડણી કોશ પ્રમાણે પ્રમુખ એટલે અધ્‍યક્ષ- મુખ્‍ય આગેવાન. પ્રમુખ શબ્‍દની વ્‍યુત્‍પતિ એટલે કે શબ્‍દનો ઉદ્‌ભવ બે શબ્‍દોથી થયો છે. પ્રથમ-મુખ એટલે પ્રમુખ જો કે આ શબ્‍દ-પદ-જવાબદારી - અધિકાર કે ફરજને જાણ્‍યા-સમજયા વગર બદ્‌વૃતિથી હા-જી-હા કર્યા કરે તો એ વ્‍યકિત માટે પ્રમુખ શબ્‍દનો અર્થ પ્રથમ મુર્ખ બની જાય.

પ્રમુખપદે રહેલી વ્‍યકિતની વૃતિ-વાણી-વર્તન-વિચાર-વ્‍યવહાર અને પરિણામના આધારે નકકી થાય કે એ પ્રથમ મુખ છે કે પ્રથમ મુર્ખ...

પ્રમુખની નિમણૂંક  વ્‍યકિતની આભા-આવડત- સમજ-અનુભવ વગેરે આધારિત થતી હોય છે. પ્રમુખનું કામ માત્ર સંગઠન પૂラરતું મર્યાદિત હોતું જ  નથી. બે મુખ્‍ય જવાબદારી વચ્‍ચે બેલેન્‍સ કરવાનું હોય છે. પ્રમુખે પાર્ટી લાઇનમાં રહેવું અને રાખવું બીજી જવાબદારી લોકોની અપેક્ષા પૂરી કરવા શાસનમાં બેસેલાને ફરજ પાડવી. ભાજપની દશા જુઓ તો આ બંને પ્રકારના કાર્યો મોટાભાગના કરતા નથી અથવા કરી શકતા નથી. મોટાભાગે હા-જી-હા કરીને મોજ કરતા રહે છે.

પ્રમુખપદ નિર્ણાયક છે, માત્ર નિર્ણયોને અનુસરનાર નથી. ઉપરથી આદેશ આવે તે ગામ કે પ્રદેશના અહિતમાં હોય તો પ્રમુખે બેધડક કહી દેવું જોઇએ કે, મારા વિસ્‍તારને નુકસાન કરનાર છે, ફેરવિચારણા કરો. પક્ષનો આદર કરવો એ પ્રમુખની ફરજ છે, પણ કોઇપણ પક્ષ લોકોના મતથી શાસક બન્‍યો હોય છે. લોક સમુદાયનું અહિત થતું હોય તો પક્ષને વિવેકપૂર્વક સોરી કહી શકાય છે.

ગામનું પક્ષ પ્રમુખપદ હોય કે વોર્ડ-શહેરનું પ્રમુખપદ હોય, આ પદ ખૂબ મોટા પદનું દ્વાર છે.  પક્ષ-જૂથ-વગેરે પ્રમુખની તાકાત ગણાય, પણ મુખ્‍ય તાકાત લોકોનો પ્રેમ છે. પક્ષ સામે અવાજ ઉઠાવીને પણ લોકોનો પ્રેમ જીતો તો પક્ષે પણ અનુકુળ થવું પડે છે.

આ બાબતનું ઐતિહાસિક ઉદાહરણ નરેન્‍દ્રભાઇ મોદી છે. પ્રદેશના મહામંત્રી પદે રહી ને હા-જી-હા કરવાને બદલે તાકાત દેખાડી. પક્ષે નોંધ લેવી જ પડી. મુખ્‍યમંત્રીપદે રહીને પણ અટલજી-અડવાણીજીને હા-જી-હા કરવાને બદલે મોદીજીએ પોતાની લોકપ્રિયતા પ્રચંડ બનાવી અડવાણી નિર્ણાયક હતા, પણ મોદીજીની લોકપ્રેમની મહાતાકાતથી તેઓએ દુર ખસવું પડયું અને મોદીજી વડાપ્રધાન બન્‍યા.

એક મહામંત્રી આવું કરી શકે તો પ્રમુખ તો તેનાથી મોટું પદ છે. રાજનીતિનું બ્રહમવાકય છે, લોકો સાથે રહેશે તો જ નેતા અજેય બનશે. પ્રમુખપદે વરાયેલાને અભિનંદન પક્ષનો આદર કરીને લોકહિત માટે તાકાતથી કામ કરો તો ચમત્‍કાર થશે. ગામમાં માત્ર દારુ-ક્રાઇમ બંધ કરાવો તો પણ પ્રમુખની લોકતાકાત વધી જશે! હા-જી-હા કર્યા રાખશો તો પ્રથમ મુખ નહી, પ્રથમ મુર્ખ ગણાશો.

(10:27 AM IST)