<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

બહાના તૈયાર જ હતા...

કોંગ્રેસે ગઇકાલે જ વોટિંગ પેટર્ન અને EVM સામે શંકા વ્‍યકત કરી દીધી હતીઃ વાસ્‍તવિકતાનો અસ્‍વીકાર....

આ લખાય છે ત્‍યારે  ગજબનો રાજકીય રોમાંચ  સર્જાયો છે. દિલ્‍હી  ધારાસભા ચૂંટણીના પરિણામો આવી રહયા છે. પ્રારંભે રસાકસી જેવો માહોલ છે. કયારેક આપ આગળ અને કયારેક ભાજપ આગળ... જો કે પૂરા પરિણામો નજર સામે આવે તે પૂર્વે તેની સમીક્ષા કરવી અન્‍યાયી ગણાય.

એકિઝટ પોલ્‍સના તારણો પ્રમાણે દિલ્‍હીમાં દાયકાઓ બાદ ભાજપનું શાસન આવી શકે છે. તમામ પોલ્‍સ અંગે ચિંતન કરીએ તો વિવિધ પોલ્‍સના તારણોએ જ પોલમપોલ ખુલ્લી પાડી દીધી છે. ૮૦ ટકા જેટલા પોલ્‍સ ભાજપના શાસનની આગાહી કરે છે, ૨૦ ટકા પોલ્‍સ આમ આદમી પાર્ટીના શાસનની આગાહી કરે છે. આ દર્શાવે છે કે, એકિઝટ પોલ-સર્વે વિજ્ઞાન ભારતમાં ભરોસાપાત્ર નથી.

દરેક પોલ્‍સ એક તારણ પર આવ્‍યા છે કે, દિલ્‍હીની ચૂંટણીમાં કોંગ્રેસ કંઇ ઉકાળી શકતી નથી. પરિણામોમાં પણ આવું બની શકે, રૂઝાનો આવી રહયા છે તેમાં કમળ અને ઝાડુની જ ચર્ચા ચાલે છે, પંજો કયાય દેખાતો નથી.

કોંગ્રેસ માટે આ કોઇ નવી વાત રહી નથી. રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં એટલા બધાં પરાજય મળ્‍યા છે કે, હવે પરાજયોથી કોંગ્રેસના નેતાઓ પણ ટેવાઇ ગયા છે. એકાદ ચૂંટણીમાં સારો દેખાવ થઇ જાય તો કોંગ્રેસના નેતાઓને આヘર્ય થાય છે. 

દિલ્‍હીમાં કોંગ્રેસ ખાસ કંઇ ઉકાળી શકશે નહી, એ બાબત કંઇ વિશેષ ન હતી. સામાન્‍ય માણસને પણ ખ્‍યાલ છે કે, કોંગ્રેસ કંઇ કરી શકવા હાલ સક્ષમ નથી. આヘર્ય એ છે કે, આ બાબતનો ખ્‍યાલ રાહુલ ગાંધીને કે કોંગ્રેસના અન્‍ય નેતાઓને નથી.

સતત પરાજયોમાં આ નેતાઓને પક્ષની કોઇ ભૂલ કે કોઇ ખામી દેખાતી નથી. બાહ્ય કારણોથી પરાજિત થયાના ગોગા કોંગ્રેસ દશ વર્ષથી કૂટે છે.

દિલ્‍હીના પરિણામ પૂર્વે જ કોંગ્રેસે પરાજયના બહાના જાહેર કરી દીધા હતા. ગઇકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને દિલ્‍હીમાં વોટિંંગ પેટર્ન સામે સવાલો ઉઠાવીને આક્ષેપો કર્યા હતા. અન્‍ય કોંગી નેતાઓએ જૂની ઘસાયેલી ઇવીએમની કેસેટ શરૂ કરી દીધી હતી.

ભારતમાં ચૂંટણીઓ પૂર્ણરૂપે શુધ્‍ધ જ હોય તેવું આપણને પણ લાગતું નથી. દરેક પક્ષો-ઉમેદવારો ખુદના હિતમાં અશુધ્‍ધિ લાવવાનો પ્રયાસ કરે છે. આવા ખેલની અસર સમગ્ર ચૂંટણી પર થતી નથી. સમગ્ર માહોલ જુઓ. માત્ર દિલ્‍હીનો નહી દેશનો... કોંગ્રેસ પર મોટાભાગના લોકોને આશા રહી નથી. કોંગ્રેસે આ બાબતની ચિંતા કરવાને બદલે પરાજયના બહાના શોધવામાં જ શકિત વાપરી છે. બે-પાંચ બેઠકો પર ગરબડ થઇ હોઇ શકે, પણ સમગ્ર દિલ્‍હીમાં હાર્યા તેનું શું?

કોંગ્રેસના અસ્‍તિત્‍વ સામે સવાલ છે. બહાનાબાજીથી ગુમાવેલો લોકવિશ્વાસ પરત નહિ આવે.

(10:29 AM IST)