<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

વિશ્‍વના સૌથી પ્રતિભાશાળી ૧૦૦ ઉભરતા સિતારામાં વૈભવ સૂર્યવંશી

ટાઈમ ૧૦૦ નેક્‍સટ'માં એકમાત્ર ભારતીય

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયાના ૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીનું નામ ટાઈમ મેગેઝિનની 'TIME 100 Next 2026' યાદીમાં સામેલ કરવામાં આવ્‍યું છે, જે તેને વિશ્વના સૌથી પ્રભાવશાળી ઊભરતા સિતારા તરીકે માન્‍યતા આપે છે.

૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી આ લિસ્‍ટમાં સ્‍થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. ટાઈમનાં CEO જેસિકા સિબલીએ કહ્યું, ‘આ વર્ષની લિસ્‍ટમાં સામેલ વ્‍યક્‍તિઓ નવાં સીમાચિホો સ્‍થાપિત કરી રહી છે, નવી શક્‍યતાઓનું સર્જન કરી રહી છે અને સમગ્ર વિશ્વમાં તેમનાં ક્ષેત્રો તથા સમુદાયોને આગળ વધારી રહી છે.

(3:42 PM IST)