News of Monday, 1st June 2026
કોહલીથી પણ વધારે RCBના આ ખેલાડીઓ પાસે છે જીતની ટ્રોફી

અમદાવાદ, તા.૧:આઈપીએલ ૨૦૨૬ની ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સ સામે વિરાટ કોહલીએ ૭૫ રનની મેચ જીતાડનારી ઇનિંગ રમી હતી, જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફરી એકવાર ચેમ્પિયન બનવામાં સફળ રહી. આ આરસીબીનું સતત બીજું આઈપીએલ ટાઇટલ છે. ગયા સીઝનમાં ટ્રોફી જીતીને ટીમે ૧૭ વર્ષથી ચાલતો ખિતાબનો સૂકો અંત કર્યો હતો. વિરાટ કોહલી પણ સતત બે આઈપીએલ ટ્રોફી જીતવાથી ખૂબ ખુશ હશે પરંતુ ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જેઓ વિરાટ કોહલી કરતાં વધુ વખત ચેમ્પિયન બની ચૂકયા છે. હા, આરસીબીની ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ સામેલ છે જેમણે વિરાટ કરતાં વધુ આઈપીએલ ટ્રોફીઓ જીતી છે. તેમાં એક ખેલાડી તો ૫ વખત ચેમ્પિયન પણ બની ચૂકયો છે. RCBના હાલના સ્ક્વોડમાં સૌથી વધુ આઈપીએલ ટ્રોફી જીતનારા ખેલાડીઓની યાદીમાં કળણાલ પંડ્યા પ્રથમ સ્થાને છે. તેઓ અત્યાર સુધી કુલ ૫ વખત આઈપીએલ ચેમ્પિયન બની ચૂકયા છે. આરસીબી સાથે બે વખત ખિતાબ જીતતા પહેલાં કળણાલ પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કળણાલ પંડ્યા ઉપરાંત ભુવનેશ્વર કુમાર, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા પણ આ યાદીમાં સામેલ છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
