<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ન્‍યૂઝીલેન્‍ડ સામે ગુરુવારથી ટેસ્‍ટ જંગનો પ્રારંભઃ ત્રણેય ફોર્મેટમાં જીતની હેટ્રિક નોંધાવવા ભારતીય યુવા સેનાનો મિજાજ બુલંદ

અનુભવ અને યુવા જોશના સંગમ સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્‍ડિયાઃકિવી ટીમ સામે વર્ચસ્‍વ જમાવવા ખેલાડીઓ સજ્જઃ વહેલી સવારે ૩:૩૦ વાગ્‍યાથી મેચ શરૂ થશે

નવી દિલ્‍હીઃ ન્‍યૂઝીલેન્‍ડ સામે ટી-૨૦ અને વન-ડે સિરીઝમાં શાનદાર વિજય મેળવ્‍યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમની નજર ટેસ્‍ટ સિરીઝ પર મંડાઈ છે. ગુરુવારથી શરૂ થનારી ટેસ્‍ટ શ્રેણીમાં ભારતીય યુવા બ્રિગેડ ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરવા મેદાનમાં ઉતરશે. ટૂંકા ફોર્મેટમાં મળેલી સફળતાએ ટીમનો આત્‍મવિશ્વાસ વધાર્યો છે ત્‍યારે હવે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પણ વિજયી લય જાળવી રાખવાનો પડકાર રહેશે. વહેલી સવછારે ૩:૩૦ વાગ્‍યાથી મેચનો પ્રારંભ થશે.

ટી-૨૦માં આક્રમક રમત અને વન-ડેમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ખેલાડીઓ ટેસ્‍ટ ક્રિકેટમાં પોતાની કસોટી આપશે. ટેસ્‍ટ ક્રિકેટમાં બેટ્‍સમેનોની ધીરજ, બોલરોની સાતત્‍યપૂર્ણ લાઇન-લેન્‍થ અને મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં ટકી રહેવાની ક્ષમતાની સાચી પરીક્ષા થવાની છે. ભારતીય યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી પોતાની પ્રતિભા અને કૌશલ્‍ય સાબિત કરવાની ઉત્તમ તક બની રહેશે.

બીજી તરફ ન્‍યૂઝીલેન્‍ડની ટીમ પણ ભારતને તેના જ મેદાન પર પડકાર આપવા ઉત્‍સુક હશે. કિવી ટીમની શિસ્‍તબદ્ધ બોલિગ અને લડાયક બેટિગ સામે ભારતીય બેટ્‍સમેનોએ સાવચેતી સાથે આક્રમક અભિગમ અપનાવવો પડશે. સ્‍પિન બોલિગ અને લાંબી ભાગીદારીઓ ટેસ્‍ટ શ્રેણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

ભારતીય ટીમે અત્‍યાર સુધીના બંને ફોર્મેટમાં જીત મેળવીને શ્રેણીમાં પોતાની તાકાતનો પરિચય કરાવ્‍યો છે. હવે ટેસ્‍ટમાં પણ વિજય મેળવીને ન્‍યૂઝીલેન્‍ડ પ્રવાસને યાદગાર બનાવવાનો ઇરાદો રહેશે. ટી-૨૦ અને વન-ડે બાદ શું ટેસ્‍ટમાં પણ ભારતીય યુવા બ્રિગેડ પોતાનો જલવો બતાવશે? ક્રિકેટપ્રેમીઓની નજર હવે ગુરુવારથી શરૂ થનારા ટેસ્‍ટ જંગ પર મંડાઈ છે.

(12:52 PM IST)