<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સનરાઇઝર્સ હૈદરાબાદએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનથી હરાવ્યું : હૈદરાબાદના ત્રણ બેટ્સમેનોએ ફિફટી ફટકારી જીતનો પાયો નાખ્યો

હૈદરાબાદે ટૉસ જીતીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા: જવાબમાં બેંગલુરુ 4 વિકેટ ગુમાવીને 200 રન જ બનાવી શક્યું

IPLમાં શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 55 રનથી હરાવ્યું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટૉસ જીતીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલુરુ 4 વિકેટ ગુમાવીને 200 રન જ બનાવી શક્યું હતું.

આ હાર છતાં બેંગલુરુ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર રહી છે. જ્યારે બીજા નંબર પર ગુજરાત છે. તો જીત છતાં હૈદરાબાદ ત્રીજા નંબર પર રહ્યું છે. એટલે આજની મેચ પછી આ સીઝનની ટૉપ-2 કન્ફર્મ થઈ ગઈ છે. મંગળવારે ક્વોલિફાયર-1માં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ટક્કર થશે.

હૈદરાબાદ માટે અભિષેક શર્માએ 22 બોલમાં 56 રનની ઇનિંગ રમીને ટીમને તોફાની શરૂઆત અપાવી હતી, જ્યારે ઈશાન કિશને 46 બોલમાં 79 રન બનાવીને ઇનિંગને રમી હતી. હેનરિક ક્લાસેને પણ 24 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં નીતિશ કુમાર રેડ્ડીએ 12 બોલમાં અણનમ 29 રન જોડીને ટીમના સ્કોરને 250ને પાર પહોંચાડ્યો હતો.

બેંગલુરુના બોલરો સંપૂર્ણપણે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, જેમાં રાસિખ સલામે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાને 1-1 સફળતા મળી હતી.

(11:52 PM IST)