<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

પ્રિન્સ યાદવે IPL 2026 માં તરખાટ મચાવ્યો: વિરાટને શૂન્યે રને આઉટ કરી ઇતિહાસ રચ્યો :જાણો પર્પલ કેપમાં રેસમાં કોણ આગળ

હવે પ્રિન્સ યાદવ અને અંશુલ કંબોજ જેવી યુવા પ્રતિભાઓ ભુવીના તાજ માટે મોટો પડકાર બની

લખનૌ સુપર જાયન્ટ્સના યુવા બોલર પ્રિન્સ યાદવે IPL 2026 માં પોતાની બોલિંગથી તરખાટ મચાવ્યો છે. RCB સામેની મેચમાં તેણે 3 મહત્વની વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. ખાસ વાત એ છે કે તેણે વિરાટ કોહલીને શૂન્ય રને આઉટ કરીને ઈતિહાસ રચ્યો છે; તે IPL માં વિરાટને 'ડક' પર આઉટ કરનાર બીજો બોલર બન્યો છે.

પર્પલ કેપ હાલમાં અનુભવી ભુવનેશ્વર કુમાર પાસે છે, પરંતુ લખનૌ સામેની મેચ તેના માટે ભૂલવા જેવી રહી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા પણ એક પણ વિકેટ મળી નહીં. ભુવી પાસે પોતાની લીડ વધારવાની સુવર્ણ તક હતી જે તેણે ગુમાવી દીધી છે. હવે પ્રિન્સ યાદવ અને અંશુલ કંબોજ જેવી યુવા પ્રતિભાઓ ભુવીના તાજ માટે મોટો પડકાર બની રહી છે.

પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો  

  • ભુવનેશ્વર કુમાર (RCB): 17 વિકેટ
  • અંશુલ કંબોજ (CSK): 17 વિકેટ
  • પ્રિન્સ યાદવ (LSG): 16 વિકેટ
  • કાગીસો રબાડા (GT): 16 વિકેટ
  • એશાન મલિંગા (SRH): 16 વિકેટ

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ  

ખેલાડીમેચવિકેટસરેરાશભુવનેશ્વર કુમાર101717.53અંશુલ કંબોજ101718.71પ્રિન્સ યાદવ101718.69કાગિસો રબાડા101622.50એશાન માલિંગા111622.63જોફ્રા આર્ચર101521.27એએમ ગઝનફર81223.83પ્રસિદ્ધ કૃષ્ણા71222.42મોહમ્મદ સિરાજ101126.91રાશિદ ખાન101127.82

(1:08 PM IST)