<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

એશિયન ગેમ્‍સમાં ભારતનો જલવોઃ ૨ ગોલ્‍ડ, ૮ સિલ્‍વર અને ૯ બ્રોન્‍ઝ સાથે ઝોળીમાં ૧૯ મેડલઃ

શૂટિંગમાં વધુ એક સુવર્ણ સફળતા, અનેક રમતોમાં ભારતીય ખેલાડીઓની મેડલ માટેની દાવેદારી યથાવત્‌

નવી દિલ્‍હીઃ જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્‍સ-૨૦૨૬માં ભારતે શાનદાર પ્રદર્શન જાળવી રાખ્‍યું છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં દમદાર દેખાવ કરતાં અત્‍યાર સુધીમાં કુલ ૧૯ મેડલ દેશની ઝોળીમાં નાખ્‍યા છે. જેમાં ૨ ગોલ્‍ડ, ૮ સિલ્‍વર અને ૯ બ્રોન્‍ઝ મેડલનો સમાવેશ થાય છે. 

ભારત માટે શૂટિંગ ફરી એક વખત મેડલ અપાવતી રમત બની છે. ૧૦ મીટર એર પિસ્‍તોલ મિશ્ર ટીમ ઈવેન્‍ટમાં કમલજીત અને સુરુચી સિંહની જોડીએ સુવર્ણ ચંદ્રક જીતીને ભારતના ગોલ્‍ડ મેડલની સંખ્‍યા બે પર પહોંચાડી છે. આ સાથે શૂટિંગમાં ભારતના મેડલ અભિયાનને વધુ વેગ મળ્‍યો છે.

આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્‍ડ મેડલ જીતીને દેશના સુવર્ણ અભિયાનની શરૂઆત કરી હતી. શૂટિંગ ઉપરાંત વેઇટલિફિ્‌ટંગ, વુશુ, એમએમએ, સોફ્‌ટ ટેનિસ, બેડમિન્‍ટન, રોઇંગ અને એથ્‍લેટિક્‍સમાં પણ ભારતીય ખેલાડીઓએ પદકો મેળવ્‍યા છે. 

એથ્‍લેટિક્‍સમાંમહિલાઓની ૧૦,૦૦૦ મીટર દોડમાં સીમા કુમારીએ બ્રોન્‍ઝ અને મિશ્ર ૪×૪૦૦ મીટર રિલે ટીમે સિલ્‍વર મેળવીને ભારતના મેડલ ખાતામાં વધારો કર્યો હતો. વુશુમાં રોશિબીના દેવીએ સિલ્‍વર જયારે રોઇંગમાં સત્‍નામ સિંહ અને સલમાન ખાને બ્રોન્‍ઝ મેળવ્‍યો હતો. 

ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમો પણ મેડલની દાવેદારીમાં આગળ વધી રહી છે. પુરુષ હોકી ટીમે પણ સતત જીત સાથે પોતાનું અભિયાન મજબૂત બનાવ્‍યું છે. આગામી દિવસોમાં એથ્‍લેટિક્‍સ, શૂટિંગ, કબડ્ડી, બેડમિન્‍ટન સહિતની રમતોમાં ભારત પાસે વધુ મેડલ જીતવાની તકો છે. 

૧૯ મેડલ સાથે ભારતનું અભિયાન હવે વધુ તેજ બન્‍યું છે અને આગામી મુકાબલાઓમાં મેડલની સંખ્‍યા વધારવા ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. દેશવાસીઓની નજર હવે વધુ સુવર્ણ સફળતાઓ પર ટકેલી છે.

(3:57 PM IST)