News of Monday, 12th October 2026
સોનાની સિદ્ધિનું સન્માન કરવા વડાપ્રધાન મોદી મળશે ભારતીય ક્રિકેટરોને
એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતનારી પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓ સાથે ૧૫ મીએ મુલાકાત યોજાવાની શકયતા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન પર ભારતીય ખેલાડીઓએ નોંધાવેલી શાનદાર સફળતાને બિરદાવવા માટે વડા-ધાન નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતનારી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મળવાના હોવાના અહેવાલ સામે આવ્યા છે. ૧૫ ઓક્ટોબરે યોજાનારી આ સંભવિત મુલાકાતમાં શ્રેયસ ઐયર, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન સહિતના ભારતીય ક્રિકેટરો હાજર રહેવાની શકયતા છે. જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું.
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો હતો. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરેલી ટીમે દબાણભરી પરિસ્થિતિમાં પણ શાનદાર રમત બતાવી હતી. ફાઇનલમાં ભારતીય બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરીને મોટો સ્કોર ખડકયો હતો, જ્યારે બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને નિયંત્રણમાં રાખીને ભારતને વિજય અપાવ્યો હતો.
આ મુલાકાત ખાસ કરીને યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની હાજરી ચર્ચાનો વિષય બની શકે છે. ઓછી ઉંમરે પોતાની બેટિંગથી ક્રિકેટજગતનું ધ્યાન ખેંચનાર વૈભવ ભારતીય ક્રિકેટનું ઊભરતું નામ છે. તેની સાથે સંજુ સેમસન અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓની હાજરી પણ આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ બનાવશે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
