<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વન-ડે રેન્‍કિંગમાં ગિલ બીજા, રોહિત ત્રીજા અને કોહલી ચોથા ક્રમેઃ ટોપ-૪ માં ૩ ભારતીયોનો દબદબો

શુભમન ગિલ નં. ૨, રોહિત શર્મા નં.૩ અને વિરાટ કોહલી નં.૪ પર કબજો

નવી દિલ્‍હીઃ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વન-ડે  બેટિગ રેન્‍કિંગમાં ભારતીય બેટ્‍સમેનોનો ભવ્‍ય દબદબો જોવા મળી રહ્યો છે. વિશ્વના ર્ંટોપ-૪ બેટ્‍સમેનોમાં ૩ ભારતીય ખેલાડીર્ઓં સામેલ થઈને ભારતીય ક્રિકેટનો ડંકો વગાડ્‍યો છે. ભારતીય ટીમનો યુવા ઓપનર શુભમન ગિલ પોતાની ધમાકેદાર બેટિગ અને શાનદાર ફોર્મના આધારે વન-ડે રેન્‍કિંગમાં બીજા સ્‍થાને યથાવત છે. કેપ્‍ટન રોહિત શર્મા પોતાની વિસ્‍ફોટક બેટિંગના દમ પર આઈસીસી રેન્‍કિંગમાં ત્રીજું સ્‍થાન ધરાવે છે.

રન મશીન તરીકે જાણીતો વિરાટ કોહલી પોતાની સાતત્‍યપૂર્ણ બેટિંગના આધારે ચોથા સ્‍થાને બિરાજમાન છે. આ યાદીમાં પાકિસ્‍તાનનો બાબર આઝમ પ્રથમ ક્રમે છે, પરંતુ ટોપ-૪ માં ત્રણ-ત્રણ ભારતીય ખેલાડીઓનું સ્‍થાન દર્શાવે છે કે વન-ડે ફોર્મેટમાં હાલ ભારતીય બેટિગ લાઇન-અપ વિશ્વમાં સૌથી મજબૂત છે. આગામી સિરીઝમાં ભારતીય ખેલાડીઓ પાસે નંબર-૧ બનવાની પણ પૂરી શક્‍યતાઓ રહેલી છે.

(3:16 PM IST)