News of Sunday, 4th October 2026
ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર એન્ડી કૈરોલનો સન્સનાટીભર્યો ખુલાસો: BBCના ડાન્સ કોચ કેવિન એડમ્સે કર્યું હતું યૌન શૌષણ
બાળપણમાં અને કારકિર્દીના શરૂઆતી તબક્કામાં બનેલી ઘટના અંગે સ્ટાર ફૂટબોલરે જાહેરમાં નામ આપીને ખુલાસો કર્યો; ખેલ જગતમાં ભારે ચર્ચા

લંડન:ઈંગ્લેન્ડની નેશનલ ફૂટબોલ ટીમ અને ન્યૂકેસલ યુનાઈટેડના પૂર્વ સ્ટાર સ્ટ્રાઈકર એન્ડી કૈરોલે એક અત્યંત ચોંકાવનારો અને સન્સનાટીભર્યો ખુલાસો કર્યો છે. કૈરોલે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેમના બાળપણ અને યુવાનીના ગાળા દરમિયાન BBCના જાણીતા શો 'ફેમ એકેડેમી' (Fame Academy)ના ડાન્સ કોચ કેવિન એડમ્સે તેમનું જાતીય શોષણ (Sexual Assault) કર્યું હતું.
૩૭ વર્ષીય ફૂટબોલર એન્ડી કૈરોલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તે સમયે તેઓ નાની વયના હતા અને આ ઘટનાએ તેમના માનસિક સ્તર પર ઊંડી અસર છોડી હતી. લાંબા સમય સુધી આ પીડા છુપાવ્યા બાદ, આખરે તેમણે હિંમત દાખવીને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિ તરીકે કેવિન એડમ્સનું નામ જાહેર કર્યું છે.
કોણ છે આરોપી કેવિન એડમ્સે?
કેવિન એડમ્સ બ્રિટિશ ટેલિવિઝન જગતનો જાણીતો ચહેરો રહી ચૂક્યા છે. તેઓ BBCના લોકપ્રિય રિયાલિટી શો 'ફેમ એકેડેમી'માં ડાન્સ અને મૂવમેન્ટ કોચ તરીકે કાર્યરત હતા, જ્યાંથી તેમને મોટી પ્રસિદ્ધિ મળી હતી.
ખેલ અને મનોરંજન જગતમાં ખળભળાટ
સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આ વિવાદ સામે આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. ફૂટબોલ ક્ષેત્રના અગ્રણીઓ અને રમતગમત જગતના લોકોએ કૈરોલના આ સાહસિક કદમને આવકાર્યું છે અને બાળપણ કે યુવાનીમાં થતા શોષણ સામે અવાજ ઉઠાવવાના નિર્ણયની સરાહના કરી છે.
આ મુદ્દે મીડિયા અને તપાસ એજન્સીઓ દ્વારા વધુ વિગતો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
