તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 24th June 2026
આયર્લેન્ડ પ્રવાસમાં ડેબ્યૂ પૂર્વે જ બિહારના ૧૩ વર્ષીય વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીનો પ્રચંડ ક્રેઝ: 'બેબી બોસ'ની બેટિંગ નિહાળવા યુરોપભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ
બેલફાસ્ટ ખાતે રમાનારી ટી૨૦ મેચોની ટિકિટો મેળવવા માટે ચાહકોમાં ડિમાન્ડ વધી, ભારતીય મૂળના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મેચ જોવા ઉમટી પડશે તેવી સંભાવના

બેલફાસ્ટ : ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા અને 'બેબી બોસ' તરીકે લોકપ્રિય બનેલા વૈભવ સૂર્યવંશીનો જાદુ આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કરતા પહેલા જ વિદેશની ધરતી પર જોવા મળી રહ્યો છે. આયર્લેન્ડ સામેની આગામી ટી૨૦ શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન પામેલા આ યુવા ખેલાડીની વિસ્ફોટક રમત જોવા માટે યુરોપભરના ક્રિકેટ ચાહકોમાં ભારે આકર્ષણ ઊભું થયું છે, જેને કારણે બેલફાસ્ટ ખાતે રમાનારી મેચોની ટિકિટો ખરીદવા માટે ભારે પડાપડીનો માહોલ સર્જાયો છે.
ઘરેલું ક્રિકેટ અને જુનિયર સ્તરે રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને લાઈમલાઈટમાં આવેલા વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ શૈલીના કારણે તેને 'બેબી બોસ'નું બિરુદ આપવામાં આવ્યું છે. હજુ સુધી સત્તાવાર રીતે ડેબ્યૂ નથી કર્યું છતાં આયર્લેન્ડની ધરતી પર તેની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ટિકિટ વિન્ડો ખુલતાની સાથે જ સ્ટેડિયમની ટિકિટો મેળવવા માટે પ્રશંસકો ઉમટી પડ્યા છે.
માત્ર આયર્લેન્ડ જ નહીં, પરંતુ યુકે અને સમગ્ર યુરોપના અલગ-અલગ દેશોમાં વસતા ભારતીય મૂળના ક્રિકેટપ્રેમીઓ આ અદ્ભુત પ્રતિભા ધરાવતા ખેલાડીને લાઈવ રમતો જોવા માટે ખાસ બેલફાસ્ટ પહોંચવાની તૈયારીઓ કરી રહ્યા છે. રમતગમતના વિશ્લેષકોના મતે, આ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના ભવિષ્યના રોડમેપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને તેની આ એન્ટ્રીને લઈને સ્ટેડિયમ હાઉસફુલ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
