તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 7th August 2026
ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે ગેલ અને કોલંબો સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-૨૭ ના ભાગરૂપે રમાનારી બંને મેચો માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડનો અનોખો નિર્ણય: સ્ટેડિયમમાં દર્શકોની ભીડ વધારવા એક પણ રૂપિયાની ટિકિટ વિના પ્રવેશ અપાશે

કોલંબો : ક્રિકેટ પ્રેમીઓ અને ખાસ કરીને ભારતીય ટીમના ચાહકો માટે એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) એ આગામી ૧૫ ઓગસ્ટથી ભારત સામે શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે દર્શકોને સ્ટેડિયમમાં મફત (ફ્રી) પ્રવેશ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. રમત પ્રેમીઓને સ્ટેડિયમ તરફ આકર્ષવા અને ટેસ્ટ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટને પ્રોત્સાહન આપવાના હેતુથી બોર્ડે આ ઐતિહાસિક અને ચાહક-પ્રિય નિર્ણય લીધો છે.
આ પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ ૧૫ ઓગસ્ટથી ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૨૩ થી ૨૭ ઓગસ્ટ દરમિયાન કોલંબોના એસએસસી (SSC) ગ્રાઉન્ડ પર યોજાશે. આ બંને મેચો હાલમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-૨૭ ચક્રનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. શ્રીલંકામાં સામાન્ય રીતે ટેસ્ટ મેચો દરમિયાન સ્ટેન્ડ ખાલી જોવા મળતા હોય છે, જેના કારણે બોર્ડે આ વખતે જાહેર જનતા, યુવા ખેલાડીઓ અને પરિવારજનો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખ્યો છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દેશ-વિદેશના તમામ ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમમાં આવીને લાઈવ ક્રિકેટનો આનંદ માણવા અને સ્ટેડિયમમાં ઉત્સાહજનક વાતાવરણ ઊભું કરવા આમંત્રણ પાઠવ્યું છે. બોર્ડને આશા છે કે વિશ્વની સૌથી લોકપ્રિય અને મજબૂત ટીમ ગણાતી ભારતીય ટીમ ('મેન ઈન બ્લુ') ના આગમન અને મફત એન્ટ્રીની યોજનાથી ગાલે અને કોલંબોના સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ જશે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
