News of Monday, 8th June 2026
પાકિસ્તાની ક્રિકેટરે ઓક્યું, કહ્યું ‘અમ્પાયર પણ ભારતનો જ સાથ આપે છે!'
મેદાન પર જીતવાની તેવડ નથીને આઇસીસી સામે આંગળી ચીંધીઃ પાકિસ્તાની ખેલાડીએ પોતાની નાકામી છુપાવવા અમ્પાયરીંગ પર દોષનો ટોપલો ઢોળ્યો

નવી દિલ્હી, તા. ૮ : ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત સામે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડે છે, ત્યારે તેમની ટીમ અને ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાની નબળાઈઓ સુધારવાને બદલે અવનવા બહાના શોધવા મેદાને પડી જાય છે. આ વખતે પાકિસ્તાની ક્રિકેટરે તમામ હદો વટાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ અને અમ્પાયરોની નિષ્પક્ષતા પર જ સવાલો ઉઠાવી દીધા છે. પોતાની નાકામીનો ઠીકરો ફોડવા માટે પાકિસ્તાની ખેલાડીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, અમ્પાયર પણ ભારતનો જ સાથ આપે છે.
જ્યારે ભારતીય ટીમ પોતાના શાનદાર પ્રદર્શન, મજબૂત રણનીતિ અને ખંતના જોરે મેચો જીતી રહી છે, ત્યારે પાકિસ્તાની છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાકિસ્તાની ક્રિકેટરનું આ નિવેદન દર્શાવે છે કે તેઓ મેદાન પર ભારતનો સામનો કરવા સક્ષમ નથી, એટલે હવે વિક્ટીમ કાર્ડ રમીને સસ્તી પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઇ.સી.સી. જેવી વૈશ્વિક સંસ્થા સામે સવાલ ઉઠાવીને પાકિસ્તાને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમનામાં ખેલદિલીની ભારે ખોટ છે.
આ વિવાદિત નિવેદન સામે આવતા જ ભારતીય ક્રિકેટ રસિકો અને સોશિયલ મીડિયા યુઝર્સે પાકિસ્તાની ક્રિકેટરની બરાબરની ઝાટકણી કાઢી છે. ભારતીય ફેન્સ કહી રહ્યા છે કે જ્યારે તમારી ટીમમાં ન તો સારું પ્રદર્શન કરવાની તાકાત છે કે ન તો શિસ્ત, ત્યારે અમ્પાયર પર દોષારોપણ કરવું એ પાકિસ્તાનની જૂની આદત છે. હાર પચાવતા શીખો અને અમ્પાયરો પર સવાલ ઉઠાવવાને બદલે પહેલા બેટ પકડતા શીખો!ૅ
વિશ્વ ક્રિકેટમાં આજે ટીમ ઈન્ડિયાનો જે દબદબો છે, તેનાથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અને ત્યાંના ખેલાડીઓ ભારે ઈર્ષ્યા અનુભવી રહ્યા છે. અમ્પાયરિંગના નિર્ણયો ટેકનોલોજી (DRS) આધારિત હોય છે તેવા સમયમાં પણ આવું નિવેદન આપવું એ માત્ર ને માત્ર પાકિસ્તાની ક્રિકેટરની માનસિક નાદારી અને હતાશા દર્શાવે છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
