News of Saturday, 6th June 2026
અફઘાની બોલરો લાચારઃ મુલ્લાનપુરમાં રાહુલ અને સુદર્શનનો જબરદસ્ત દબદબો :ભારત ૨૨૪/૨
રાહુલ-સુદર્શનની જુગલબંદી અને સદી ચુકયો સાઈઃ રાશિદ ખાન વિના લાચાર અફઘાનિસ્તાન સામે કેપ્ટન ગિલનો ટોસ જીતી બેટિંગનો નિર્ણય સુપરહિટ, ટી-ટાઇમ સુધીમાં ભારતનો સ્કોર ૨૧૯/૨

આઈપીએલ ૨૦૨૬ના હાઈ-વોલ્ટેજ ડ્રામા અને રોમાંચક અંત બાદ હવે ફરી એકવાર ઈન્ટરનેશનલ ક્રિકેટનો અસલી રોમાંચ શરૂ થઈ ચૂકયો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાનપુર (ન્યૂ ચંદીગઢ) ખાતે રમાઈ રહેલી એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ ભારતીય બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના બોલિંગ આક્રમણના લીરેલીરા ઉડાવી દીધા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કેપ્ટન શુભમન ગિલનો નિર્ણય બિલકુલ સાચો સાબિત થયો છે અને ભારતીય ટોપ ઓર્ડરે રનનો ગંજ ખડકવાની શરૂઆત કરી દીધી છે. મેચની શરૂઆતમાં ઓપનર કિંગ યશસ્વી જયસ્વાલ ૨૪ રન બનાવ્યા.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
