<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

IPL 2026ની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી:17 બોલમાં 52 રન ઝૂડ્યા

IPL 2026ની ત્રીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ 19.4 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ટીમ માટે જેમી ઓવરટન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો, તેને 36 બોલમાં 43 રન બનાવ્યા. આ મેચમાં CSKના બાકીના બેટ્સમેન નિષ્ફળ રહ્યા. રાજસ્થાન માટે જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 12.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને મોટી જીત નોંધાવી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી. તે 17 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો. યશસ્વી જયસ્વાલ 38 અને પરાગ 14 રન બનાવીને અણનમ રહ્યા.

(12:03 AM IST)